ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે વન-ડે મેચના સ્થળો બદલાય તેવી સંભાવના

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે વન-ડે મેચના સ્થળો બદલાય તેવી સંભાવના

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ હોવાથી આ નિર્ણય કરાય તેવી સંભાવના

 • Share this:
  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલી અને દિલ્હીમાં રમાનાર વન-ડે મેચ અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવે તેવી સંભાવના છે. સુત્રોના મતે કેટલાક કારણોસર મોહાલી વન-ડે શિફ્ટ કરવામાં આવી શકે છે. મોહાલી સ્ટેડિયમ ભારતીય વાયુ સેનાના બેસની નજીક જ છે અને તે ઉડાણના રસ્તામાં સીધું છે. આ જ કારણે અહીં ઉંચા લાઇટ ટાવરો લગાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે મોહાલી સ્ટેડિયમમાં ફ્લડ લાઇટની એક નવા પ્રકારની ડિઝાઈન છે. અહીં 18 ફ્લડ લાઇટ ટાવર છે અને બધા ઘણા નાની ઉંચાઈવાળા છે. અહીં બધી લાઇટો ચાલુ હોય ત્યારે 18 મીણબત્તી સાથે કેકની જેમ નજર પડે છે. સ્ટેડિયમની આ લાઇટ પીસટાઇમ દરમિયાન એરફોર્સ બેસની ગતિવિધિઓમાં દખલ વગર ડે નાઇટ મેચ કરાવવામાં સક્ષમ છે. જોકે હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે જેથી મામલો અલગ છે.

  આ પણ વાંચો - Ind vs Aus : મેક્સવેલની સદી, ઓસ્ટ્રેલિયાએ 2-0થી શ્રેણી જીતી

  સુત્રોના મતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સ્થિતિ જોતા ફક્ત મોહાલી મેચ જ નહીં દિલ્હીની મેચ પણ શિફ્ટ કરવામાં આવી શકે છે. પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેત 13 માર્ચે દિલ્હીમાં રમાવાની છે. સંભવત આ બંનેના વૈકલ્પિક સ્થળ તરીકે બેંગલુરુ અને કોલકાતા હોઈ શકે છે. બંને સ્થળોના અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવાયું છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના સુત્રએ ઇશારો કર્યો છે કે પિચ અને મેદાન સારી સ્થિતિમાં છે અને ઓછા સમયમાં મેચ માટે તૈયાર કરી શકાય છે. જોકે અંતિમ નિર્ણય આગામી કેટલાક દિવસોમાં લેવામાં આવી શકે છે.

  મોહાલી વન-ડેના ત્રણ દિવસ પછી દિલ્હીમાં મેચ રમાશે અને 23 માર્ચથી શરુ થતી આઈપીએલ પહેલા આ આંતરરાષ્ટ્રીય મેચ હશે.
  Published by:Ashish Goyal
  First published: