'તમે કોહલીને પ્રેમ કરો કે નફરત કરો પણ આખી પેઢીમાં આવો ખેલાડી એક જ હોય'

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી ટીમને જીત અપાવી

 • Share this:
  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. વિરાટે 112 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 104 રન બનાવ્યા હતા. વન-ડેમાં કોહલીની આ 39મી સદી છે. જેમાં લક્ષ્યાંકનો પીછો કરતા તેની 24મી સદી છે. કોહલી આ શાનદાર સદી પછી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો છે. ટ્વિટર યૂઝર્સ કોહલીની પ્રશંસા કરી રહ્યા છે.

  પ્રતીક નામના ટ્વિટર યૂઝરે ટ્વિટ કરતા કહ્યું હતું કે એડિલેડમાં આ કોહલીની પાંચમી સદી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક સ્ટેન્ડનું નામ કોહલીના નામે રાખવું જોઈએ.  એક અન્ય યૂઝરે લખ્યું છે કે તમે કોહલીને પ્રેમ કરો કે તેને નફરત કરો પણ આખી પેઢીમાં આવો ખેલાડી કોઈ એક જ હોય છે.  અન્ચ ટ્વિટર યૂઝર્સ પણ વિરાટ કોહલીની પ્રશંસા કરી રહ્યા છે.

  આ પણ વાંચો - એડિલેડમાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બની ગયો નંબર-1
  Published by:Ashish Goyal
  First published: