બીજી વન-ડે : રાજકોટમાં ભારતનો 36 રને વિજય, શ્રેણી 1-1થી સરભર

News18 Gujarati
Updated: January 17, 2020, 10:01 PM IST
બીજી વન-ડે : રાજકોટમાં ભારતનો 36 રને વિજય, શ્રેણી 1-1થી સરભર
શિખર ધવન (96), કેએલ રાહુલ (80) અને વિરાટ કોહલી (78)ની અડધી સદી, ત્રીજી અને અંતિમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ રમાશે

શિખર ધવન (96), કેએલ રાહુલ (80) અને વિરાટ કોહલી (78)ની અડધી સદી, ત્રીજી અને અંતિમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ રમાશે

  • Share this:
રાજકોટ : શિખર ધવન (96), કેએલ રાહુલ (80) અને વિરાટ કોહલી (78)ની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં 36 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 340 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 49.1 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ત્રીજી અને અંતિમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં રમાશે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારતે વન-ડેમાં પ્રથમ જીત મેળવી છે.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટિવન સ્મિથે 98 અને લાબુશાને 46 રન ફટકારી સંઘર્ષ કર્યો હતો. બંનેએ 96 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેના આઉટ થયા પછી અન્ય બેટ્સમેનો ટકી શક્યા ન હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.નવદીપ સૈની, જાડેજા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. બુમરાહને 1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો - આવો છે ઇન્ડિયન ક્રિકેટર્સનો પગાર, 3 ખેલાડીઓને મળશે 7 કરોડ રુપિયા

આ પહેલા રાજકોટમાં રમાય રહેલી બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા અને ધવને પ્રથમ વિકેટ માટે 13.3 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. રોહિત 44 બોલમાં 6 ફોર સાથે 42 રન બનાવી આઉટ થયો હતો.

રોહિતના આઉટ થયા પછી ધવને વિરાટ કોહલી સાથે બાજી સંભાળી હતી. ધવન સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે જ તે આઉટ થયો હતો. તે 4 રન માટે સદી ચુકી ગયો હતો. ધવને 90 બોલમાં 13 ફોર અને 1 સિક્સર સાથે 96 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 76 બોલમાં 6 ફોર સાથે 78 અને કેએલ રાહુલે 52 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 80 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝમ્પાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
First published: January 17, 2020, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading