ઓસ્ટ્રેલિયામાં કોહલી નહીં આ ખેલાડીઓ અપાવશે ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક જીત!

News18 Gujarati
Updated: December 4, 2018, 4:29 PM IST
ઓસ્ટ્રેલિયામાં કોહલી નહીં આ ખેલાડીઓ અપાવશે ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક જીત!
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ઘણા રન બનાવ્યા હતા પણ ટીમ ઇન્ડિયાએ શ્રેણી ગુમાવવી પડી હતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ રમાશે

  • Share this:
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ઘણા રન બનાવ્યા હતા પણ ટીમ ઇન્ડિયાએ શ્રેણી ગુમાવવી પડી હતી. વિરાટે ઇંગ્લેન્ડમાં પણ રન બનાવ્યા હતા પણ ભારતનો પરાજય થયો હતો. હવે પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો છે. વિરાટ કોહલીના રન બનાવવાથી ટીમ ઇન્ડિયાને અહીં જીત મળવાની નથી. હવે સવાલ થાય કે જીત મળશે કેવી રીતે? અમે તમને બતાવી રહ્યા છીએ કે ટીમ ઇન્ડિયા કેવી રીતે ઇતિહાસ રચી શકે છે.ઓસ્ટ્રેલિયામાં જીતની ચાવી ટીમ ઇન્ડિયાના બોલર છે જે 20 વિકેટ ઝડપી શ્રેણી ભારતના ખાતામાં કરી શકે છે. જોકે આ માટે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. જેથી બોલરોને 20 વિકેટો ઝડપવાની તક મળી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ રમાશે.

શું કહે છે એક્સપર્ટ?

શ્રીકાંતે ન્યૂઝ 18 હિન્દીના સ્પોર્ટ્સ એડિટર વિમલ કુમાર સાથે ખાસ વાતચીતમાં આ ઉલ્લેખ કર્યો હતો. શ્રીકાંતના મતે પરંપરા રહી છે કે આપણે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન માટે પોતાના બેટ્સમેનો પર નિર્ભર રહ્યા છીએ, જોકે હવે તસવીર બદલાઈ છે. હવે ઓસ્ટ્રેલિયામાં જીતની ચાવી બોલરો હશે.

ઓસ્ટ્રેલિયામાં જીતની ચાવી ટીમ ઇન્ડિયાના બોલર છે જે 20 વિકેટ ઝડપી શ્રેણી ભારતના ખાતામાં કરી શકે છે.


વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ સુકાની કાર્લ હુપરે પણ આ વાત કરી હતી. હુપરે કહ્યું હતું કે ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.હું 600-700 રનની વાત કરી રહ્યો નથી પણ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ પ્રથમ ઇનિંગ્સમાં ઓછામાં ઓછા 400-500 રન બનાવવા પડશે, જેથી બેટ્સમેનો 20 વિકેટ ઝડપી તમને ટેસ્ટ મેચ જીતાડી શકે.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયન મીડિયાનો ટીમ ઇન્ડિયા પર પ્રહાર, કહ્યું - ડરપોક છે ભારતીય બેટ્સમેનોભારત ઓસ્ટ્રેલિયામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર 44 ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાંથી 28માં પરાજય થયો છે. 7 મેચ ડ્રો રહી છે. ફક્ત 5 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. છેલ્લા બે પ્રવાસમાં એકપણ ટેસ્ટમાં જીત મળી નથી.
First published: December 4, 2018, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading