તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પંડ્યા અને રાહુલ સસ્પેન્ડ, ઓસ્ટ્રેલિયાથી મોકલાશે પરત

અમે ભારતીય ક્રિકેટ ટીમ તરીકે અને જવાબદાર ક્રિકેટર્સ તરીકે તેમની માન્યતા સાથે સહમત નથીઃ વિરાટ કોહલી

News18 Gujarati
Updated: January 11, 2019, 6:11 PM IST
તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પંડ્યા અને રાહુલ સસ્પેન્ડ, ઓસ્ટ્રેલિયાથી મોકલાશે પરત
હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: January 11, 2019, 6:11 PM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ સેલિબ્રિટી ચેટ શો 'કોફી વિથ કરણ'માં મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બંને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીટીઆઈના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈના સૂત્રોએ જાણકારી આપી છે કે ટીમ મેનેજમેન્ટે હાર્દિક પંડ્યાને સૂચના આપી દીધી છે કે શનિવારે રમાનાર પ્રથમ વન-ડે મેચમાં તેને સ્થાન આપવામાં નથી આવ્યું.  હાર્દિક પંડ્યાને શું સજા આપવી તેનો અંતિમ નિર્ણય બાકી હોવાથી તેને હાલ પ્રથમ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે, કેએલ રાહુલનું નામ પસંદગીમાં જ ન હતું.

હાર્દિક પંડ્યાએ મહિલાએ અંગે કરેલી ટિપ્પણી મુદ્દે વિરાટે તોડ્યું મૌન

ભારતીય ટીમના બે ખેલાડી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે ટીવી શો 'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું છે. આ અંગે વિરાટે કહ્યું હતું કે ભારતીય ટીમ બંને ક્રિકેટરોના આવા મત સાથે બિલકુલ સહમત નથી. ટીવી શો દરમિયાન હાર્દિક અને કેએલ રાહુલે જે ટિપ્પણી કરી હતી તે તેમનો વ્યક્તિગત મત હોઈ શકે.

વિરાટ કોહલીએ શું કહ્યું?

વિરાટ કોહલીએ કહ્યુ કે, "અમે ભારતીય ક્રિકેટ ટીમ તરીકે અને જવાબદાર ક્રિકેટર્સ તરીકે તેમની માન્યતા સાથે સહમત નથી. આ તેમનો અંગત મત છે. અમે આ અંગે બીસીસીઆઈ તરફથી શું નિર્ણય લેવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છીએ." વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સિડની ખાતે યોજાનાર પ્રથમ વન-ડે મેચ પહેલા શુક્રવારે મીડિયા સાથે વાતચીત કરતા આ વાત કહી હતી.

કોહીલીએ વધુમાં કહ્યુ કે, "આ અંગે જે પણ નિર્ણય આવશે અમારી ખેલદીલીમાં કોઈ ફેરફાર નહીં થાય. એક વખત નિર્ણય જાહેર થયા બાદ નવી રણનીતિ પર કંઈક કહી શકાય."
Loading...

આ પણ વાંચોઃ વિવાદમાં ફસાયેલા હાર્દિક પંડ્યાની અભિનેત્રી સાથેની 'ડર્ટી ટોક' જાહેર થશે!

નોંધનીય છે કે કોફી વીથ કરણ ટીવી શોમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ અંગે કરેલી આપત્તિજનક કોમેન્ટ બાદ સોશિયલ મીડિયામાં તેની સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ અંગે હાર્દિક પંડ્યાએ માફી પણ માંગી હતી.

આ મામલે ગુરુવારે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશનના ચેરમેને વિનોદ રાયે એવી ભલામણ કરી હતી કે આવી કોમેન્ટ બદલ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...