એડિલેડ : રવિચંદ્રન અશ્વિન (4 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે લીડ મેળવી છે. ભારતે બીજા દાવમાં 1 વિકેટ ગુમાવી 9 રન બનાવી બનાવી લીધા છે. દિવસના અંતે મયંક અગ્રવાલ 5 અને બુમરાહ 00 રને રમતમાં છે. પૃથ્વી શો 4 રને આઉટ થયો હતો. બીજા દિવસના અંતે ભારતે લીડ સાથે 62 રન બનાવી લીધા છે.
ભારતના 244 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ભારતને પ્રથમ દાવમાં 53 રનની મહત્વની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટીમ પેઈને સૌથી વધારે 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, જ્યારે બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.
Ind vs Aus Day 2 Live Updates:
- ઉમેશ યાદવે તરખાટ મચાવતાં લબુશેન બાદ તરત જ કમિન્સને પેવેલિયન ભેગો કરી દીધો છે. કમિન્સ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નથી. - ભારતને મળી છઠ્ઠી સફળતા- સેટ બેટ્સમેન લબુશેન ઉમેશ યાદવની બોલિંગમાં LBW આઉટ થયો. લબુશેને 47 રન કર્યા. - અશ્વિનને તરખાટ મચાવી દીધો છે. તેને ત્રીજી સફળતા મેળવતા ગ્રીનને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો છે. ભારતને પાંચમી સફળતા સફળતા મળી. - આર. અશ્વિને ફરીથી ભારતને સફળતા અપાવતા ટ્રેવિસ હેડ કોટ એન્ડ બોલ્ડ કર્યો છે. - સ્મિથ આઉટને માત્ર એક રને આઉટ કરીને અશ્વિને ભારતને ત્રીજી સફળતા અપાવી. - બુમરાહે ભારતને બીજી સફળતા અપાવી છે. જો બર્ન્સને બુમરાહે એલબીડબલ્યૂ આઉટ કર્યો છે. - ભારતને મળી પહેલી સફળતા, મેથ્યૂ વેડ બુમરાહનો બન્યો શિકાર છે. તે LBW આઉટ થયો છે. - ટીમ ઈન્ડિયા 244 રન પર ઓલ આઉટ
Ind vs Aus, 1st Test: India bowled out for 244 in 93.1 overs, in the first session on Day 2 https://t.co/eWjVi4juyh