એડિલેડ : વિરાટ કોહલીની અડધી સદી (74), ચેતેશ્વર પૂજારા 43 અને અજિંક્ય રહાણેના 42 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે 6 વિકેટે 233 રન બનાવી લીધા છે. દિવસના અંતે રિદ્ધિમાન સાહા 9 અને આર અશ્વિન 15 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 2 વિકેટ, જ્યારે હેઝલવુડ, કમિન્સ અને લાયને 1-1 વિકેટ ઝડપી છે.
Ind vs Aus Day 1 Live Score:
-હનુમા વિહારી 16 રન બનાવી એલબી આઉટ થયો
-રહાણે 42 રને સ્ટાર્કનો શિકાર બન્યો
-વિરાટ કોહલી 74 રન બનાવી રનઆઉટ થયો
- વિરાટ કોહલીએ પોતાના 50 રન પૂરા કરવા માટે 123 બોલનો સામનો કર્યો જેમાં 5 ફોરનો પણ સમાવેશ થાય છે. - ભારત 100 રને પહોંચતા જ પૂજારા રૂપે ત્રીજો આંચકો લાગ્યો છે. 43 રન પર રમતો ચેતેશ્વર પૂજારા નાથન લાયનનો શિકાર બન્યો છે. - મયંક અગ્રવાલ 17 રન કરીને પેટ કમિન્સની ઓવરમાં બોલ્ડ થઈ ગયો. તેના કારણે ભારતને 32 રન પર બીજો આંચકો લાગ્યો છે. - ભારતને પહેલો આંચકો લાગ્યો છે. પૃથ્વી શૉ એક પણ રન કર્યા વગર આઉટ થયો છે. - ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય
India vs Australia- 1st Test: India win the toss, elect to bat first against Australia in Adelaide