Home /News /sport /IND vs AUS: વિરાટ કોહલીની સદી, ભારતનો વિજય, શ્રેણી 1-1થી સરભર

IND vs AUS: વિરાટ કોહલીની સદી, ભારતનો વિજય, શ્રેણી 1-1થી સરભર

આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે

કોહલીએ 108 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી , ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં 6 વિકેટે વિજય મેળવ્યો

    વિરાટ કોહલીની સદી (104) અને મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 55 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 298 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન-ડે 18 જાન્યુઆરીએ મેલબોર્નમાં રમાશે. ધોનીએ 54 બોલમાં 2 સિક્સર સાથે 55 રન બનાવ્યા હતા.

    વિરાટે શાનદાર બેટિંગ કરતા કારકિર્દીની 39મી સદી ફટકારી હતી. કોહલીએ 108 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી હતી.  વિરાટ કોહલી 104 રન બનાવી રિચાર્ડસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

    આ પણ વાંચો - ડેબ્યૂ વન-ડેમાં જ બદનામ થયો મોહમ્મદ સિરાજ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

    આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 298 રન કરી ટીમ ઈન્ડિયાને 299 રનનો મોટો પડકાર આપ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે શોન માર્શે 131 અને ગ્લેન મેક્સવેલે 48 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ બંને વચ્ચે 10.5 ઓવરમાં 94 રનની પાર્ટનરશીપ નોંધાવી જેના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારત પર દબાણ બનાવી દીધું.

    ભારત માટે ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 45 રન આપી ચાર,  મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 58 રન આપી ત્રણ વિકેટ પોતાના નામે કરી. જ્યારે, એક સફળતા રવિન્દ્ર જાડેજાને મળી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Adelaide, Australia, ODI, ક્રિકેટ, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन