Home /News /sport /Ind vs Aus : રોહિત શર્માની સદી એળે, ભારતનો 34 રને પરાજય

Ind vs Aus : રોહિત શર્માની સદી એળે, ભારતનો 34 રને પરાજય

ઓસ્ટ્રેલિયા- 288/5, ભારત - 254/9, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

ઓસ્ટ્રેલિયા- 288/5, ભારત - 254/9, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

રોહિત શર્માએ લડાયક સદી (133) ફટકારી હોવા છતા ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 34 રને પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 288 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 9 વિકેટે 254 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી વન-ડે એડિલેડમાં 15મી જાન્યુઆરીએ રમાશે.

ભારત તરફથી રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની (51) સિવાય કોઈ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા તરફથી રિચાર્ડ્સને સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. રોહિતે 110 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી કારકિર્દીની 22મી સદી ફટકારી હતી.

રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ચોથી વિકેટ માટે 137 રનની ભાગીદારી હતી. જોકે, અત્યાર સુધી શિખર ધવન, વિરાટ કોહલી, ધોની અને અંબાતી રાયડૂ પેવેલિયન ભેગા થઇ ગયા છે. ભારતનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. ભારતે માત્ર ચાર રનમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે 288 રન બનાવ્યા છે. આમ ભારતને મેચ જીતવા માટે 289 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને છેલ્લી 10 ઓવરમાં 93 રન બનાવી ભારતને હેરાન કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાના પીટર હેડ્સકોમ્બે સૌથી વધારે 73 રન બનાવ્યા છે. આ ઉપરાંત ઉસ્માન ખ્વાઝા 59 રન, શેન માર્શ 54 અને માર્ક્સ સ્ટોઇનિસે અણનમ 47 રન બનાવ્યા છે. ગ્લેન મેક્સવેલ 11 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો.

કુલદીપે પોતાની સાતમી ઓવરના અને ઇનિંગની 38મી ઓવરમાં ચાર રન આપીને એક વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 189/4 થયો છે. કુલદીપ યાદવે શેન માર્શને મોહમ્મદ શમીા હાથે કેચ પકડાવીને આઉટકર્યોહ તો. આમ ભારતને ચોથી સપળતા મળી છે. શેન માર્શ 70 બોલમાં ચાર ફોરની મદદથી 54 રન બનાવીને આઉટ થયો છે.

ભુવનેશ્વર કુમારે એરોન ફિંચને બોલ્ડ કરીને ભારતને પહેલી સફળતા અપાવીહતી. જેઓ 11 બોલમાં છ રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટીમ ઇન્ડિયાએ આ પહેલા ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો ઇજારો ઇતિહાસ રચવાનો છે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. જોકે, ઓસ્ટ્રેલિયા ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ ઇલેવનને પસંદ કરવામાં વધારે તક નથી લીધી. તેમણે સિરિઝમાં પહેલા સૌથી વધારે વિશ્વસપાત્ર ખેલાડીઓને તક આપી છે. એજ કારણ છે કે યુવા સનસની એશ્ટન ટર્નરને ટીમમાં જગ્યા મળી નથી.

આ મેચમાં ફિંચ વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીની સાથે ઓપનિંગ કર્યું હતું. ઉસ્માન ખ્વાજા જેમણે જાન્યુઆરી 2017માં પોતાનીછેલ્લી વનડે મેચ રમી હતી. તેઓ વાપરી કરવા માટે તૈયાર છે. તેમના પછી શોન માર્શ મોરચો સંભાળશે. પીટર હેડસકોમ્બ આશરે દોઢ વર્ષ પછી ટીમમાં પરત ફરવા તૈયાર છે.

બીજી તરફ કોલહીની કેપ્ટનશિપ હેઠળ ભારત 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટમાં હતી. તેમના મુકાબલા મેજબાન સિમિટ ઓવરમાં વધારે સારું છે. આવી સ્થિતિમાં ભારતે સાવધાની પૂર્વક મેદાનમાં ઉતરવું પડશે.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, મહે્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા ટીમઃ એરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટ કિપર), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેડ્સકોમ્બ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લન મેક્સવેલ, નાથન લિયોન, પીટર સિડલ, ઝાય રિચર્ડસન, જેસન બેહરેનડાર્ક
First published:

Tags: 1st ODI, India vs australia, ભારતીય ક્રિકેટ ટીમ, વિરાટ કોહલી