Ind VS Aus : મેલબોર્નમાં ઇતિહાસ રચવાથી બે વિકેટ દૂર ટીમ ઇન્ડિયા

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસે ભારતના બીજા દાવમાં 106/8નો સ્કોર બનાવ્યો હતો.

News18 Gujarati
Updated: December 29, 2018, 3:47 PM IST
Ind VS Aus : મેલબોર્નમાં ઇતિહાસ રચવાથી બે વિકેટ દૂર ટીમ ઇન્ડિયા
ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરતી ટીમ ઇન્ડિયા
News18 Gujarati
Updated: December 29, 2018, 3:47 PM IST
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 399 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આશા હતી કે ચોથા દિવસે મેલબ્રન ટેસ્ટનો નિર્ણય આવી જશે પરંતુ પેટ કમિંસે મિશેલ સ્ટાર્ક અને નાથાન લાયન સાથે મળને ભારતની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. તેમણે સ્ટાર્કની સાથે 8મી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. આ જોડીનેમોહમદ શમીએ સ્ટાર્ક 18 રન પર બોલ્ડ કરીનો તોડી હતી. ત્યારબાદ કમિન્સે લાયન સાથે મળીને દિવસની બાકી રહેલી રમતને સાવધાનીથી રમીને ભારતને સફળ ન થવા દીધું. જોકે, અડધા કલાકની રમતને વધારવામાં આવી હતી. આમ 14.1 ઓવરમાં નવમી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી.

ઇશાંત શર્માએ ટ્રેવિસ હેડને આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી છે. હેડ 92 બોલમાં બે ફોરની મદદથી 34 રન બનાવી બોલ્ડ થયો હતો. ભારત મેલબોર્નમાં ઇતિહાસ રચવા માટે હવે ચાર વિકેટ દૂર છે.

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસે ભારતના બીજા દાવમાં 106/8નો સ્કોર બનાવ્યો હતો. જ્યારે પહેલા દાવના આધેરે 292 રનની લીટ પહેલાથી જ છે. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 399 રનનું લક્ષ્ય મળ્યું છે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાનો 13 ઓવરમાં 44/2 રનનો સ્કોર બનાવ્યો છે. આ સમયે ઉસ્માન ખ્વાઝા 26 રન અને શોન માર્શ બે રન બનાવીને ક્રિઝ ઉપર છે. ચોથા દિવસનો લંચ બ્રેક થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા અત્યારે લક્ષ્યથી 355 રન પાછળ છે. રવિન્દ્ર જાડેજા અને હુમરાહએ એક-એક વિકેટ લીધી છે.

ભારતના બીજા દાવમાં જોસ હેઝલવુડ અને ઋષભ પંત વિકેટ કીપર ટીમ પેનના હાથ કેચ કરાવ્યો જેવી જ રીતે ભારતે પણ દાવ ડિક્લેર કરી દીધો છે. તેમણે 43 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સની મદદથી 33 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ભારતે 8 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. જેમાં છ વિકેટ પેટ કમિન્સે લીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ત્રીજી ટેસ્ટ મેચ ના ત્રીજા દિવસે શુક્રવારે જસપ્રીત બુમરાહ અને પેટ કમિન્સની ઘાતક બોલિંગ સામે બેટ્સમેનો ઘુંટણીએ પડી ગયા હતા. બુમરાહને છ વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાને પહેલા દાવમાં જ માત્ર 151 રનની ઓલ આઉટ કરી દીધી હતી. ભારતે પોતાના પહેલા દાવના બીજા દિવસે સાત વિકેટનું નુકસાન સાથે 443 રન બનાવ્યા હતા. જેના આધારે તેમની પાસે 292 રનની બઢત છે.

આ પણ વાંચોઃ-પેને પંતની સ્લેજિંગ કરતા કહ્યું - ધોની વન-ડેમાં આવી ગયો તુ હેરિકેન્સ તરફથી રમજે
Loading...

બંને ટીમો

ભારતઃ વિરાટ કહોલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, અંજિક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, ઋષિભ પંત (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા

ઓસ્ટ્રેલિયાઃ ટીમ પેન (કેપ્ટન/ વિકેટ કીપર), એરોન ફિંચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ,ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લોયન અને જોસ હેઝવુડ
First published: December 29, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...