Ind VS Aus : બીજા દાવમાં ભારતનો ધબડકો છતા મજબૂત સ્થિતિમાં

News18 Gujarati
Updated: December 28, 2018, 3:44 PM IST
Ind VS Aus : બીજા દાવમાં ભારતનો ધબડકો છતા મજબૂત સ્થિતિમાં
ઓસ્ટ્રેલિયન ટીમ

ઓસ્ટ્રેલિયા 151 રનમાં ઓલઆઉટ, બુમરાહની 6 વિકેટ, લીડ સાથે ભારતના 346 રન

  • Share this:
151 રનમાં જ ઓલઆઉટ થયેલી ઓસ્ટ્રેલિયમ બીજા દાવમાં ભારત ઉપર ભારે પડતી નજર આવી રહી છે. ટીમ ઇન્ડિયાને બીજા દાવમાં 27 ઓવરમાં 54 રન બનાવવા માટે 5 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. પેટ કમિંસે હનુમા વિહારીને બીજા દાવમાં પહેલો શિકાર બનાવ્યો હતો. અત્યારે ભારત 292 રનની લીડ સાથે આગળ છે.

ત્રીજી ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા 151 રનમાં ઓલ આઉટ થયું છે. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઘુંટણીએ પડાવી દીધા હતા. જસપ્રિત બુમરાહએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેનને ઋષિભ પંતના હાથે કેચ આઉટ કરાવાની સાથે 8મી વિકેટ લીધી હતી. પેનને 85 બોલમાં એક ફોરની મદદથી 22 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે 443 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની હાલત પતલી થઇ ગઇ છે. આમ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાની ધજ્જીયાં ઉડી ગઇ હતી.

ઓસ્ટ્રેલિયાની પહેલા દાવની 55 ઓવર પુરી થઇ ગઇ છે. ભારતના 443 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ થઇ છે. ઓસ્ટ્રેલિયા ઓલઆઉટની નજીક પહોંચી ગઇ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ ઝડપી પાડી છે.

ભારતનો મેલબોર્ન ટેસ્ટમાં દબદબો ચોખ્ખો નજર આવી રહ્યો છે. ત્રીજી ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસે લંચ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ઝડપી પાડી હતી. જસપ્રીત બુમરાહે પોતાની 11મી અને ઇનિંગની 33મી ઓવરના છેલ્લા બોલ ઉપર શોન માર્શને ખુબશુરત અંદાજમાં એલબીડબ્લ્યુ કર્યો હતો.બુમરાહની સ્લોઅર બોલને માર્શ સમજી શક્યા નહીં અને શિકાર થઇ ગયા. ત્રીજા દિવસે બુમરાહે બે વિકેટ લીધી જ્યારે ઇશાંત અને જાડેજાએ એક-એક વિકેટ પોતાના નામે કરી છે.

ઓસ્ટ્રેલિયાના બીજા દિવસે ખેત સમાપ્ત થયા સમયે એકપણ વિકેટના નુકસાન વગર 8 રન બનાવ્યા હતા. ફિંચ ત્રણ અને માર્ક હેરિસ પાંચ રન બનાવીને અણનમ રહ્યા હતા. જ્યારે ભારતનો સ્કોર 4435 રન છે. ઓસ્ટ્રેલિયા માટે ત્રીજો દિવસ ખાસ પડકારજનક રહેશે.

ભારતે પહેલા દાવમાં સાત વિકેટ ગુમાવીને 443 રન બનાવ્યા હતા. આામ એ બોક્સિંગ ડે ટેસ્ટમાં મેચમાં મજબૂત સ્થિતિમાં છે. ભારત માટે આ ઇનિંગમાં ચેતેશ્વર પુજારાએ 106 રન, વિરાટ કોહલીએ 82 રન, મયંક અગ્રવાલે 76 રન, રોહિત શર્મા 63, અંજિક્ય રહાણે 34 રન અને ઋષભ પંતે 39 રનો સહોય આપ્યો હતો.
Loading...

ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિંસે ત્રણ, મિશેલ સ્ટાર્કે 2 વિકેટ જ્યારે જોશ હેઝલવુડ અને નાથન લાયને એક-એક વિકેટ પોતાના નામે કરી છે. ચેતેશ્વર પુજારાએ 219 બોલ ઉપર 10 ચોકાની મદદથી આ દાવ રમ્યો છે. આ તેમની શ્રેણીમાં બીજી સદી છે.

આ પણ વાંચોઃ-YEARENDER 2018: ગંભીર, ડી વિલિયર્સ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોએ જાહેર કરી નિવૃત્તિ

બંને ટીમો

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, અંજિક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા

ઓસ્ટ્રેલિયાઃ ટીમ પેન (કેપ્ટન/વિકેટ કિપર), એરોન ફિંચ, માર્ક્સ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લોયન અને જોશ હેઝલવુડ
First published: December 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...