Home /News /sport /દ્રવિડ અને રોહિત સામે પસંદગીકર્તાઓનું નહીં ચાલે, એક જ ઝટકામાં બહાર ફેંકાશે 6 ખેલાડી!
દ્રવિડ અને રોહિત સામે પસંદગીકર્તાઓનું નહીં ચાલે, એક જ ઝટકામાં બહાર ફેંકાશે 6 ખેલાડી!
પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે કુલ 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે.
India vs Australia Border gavaskar Trophy: પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે કુલ 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. હવે રોહિત અને રાહુલ તૈયાર કરશે તે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 11 ખેલાડીઓ જ ફિટ થવાના છે તેથી 6 ખેલાડીઓનું બહાર બેસવું નિશ્ચિત છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ તેની સૌથી મુશ્કેલ શ્રેણી માટે તૈયાર છે. 9 ફેબ્રુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઇ રહી છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને હજુ પણ વાતચીત થઈ રહી છે. વાઇસ કેપ્ટન કેએલ રાહુલે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હજુ કંઈ સ્પષ્ટ નથી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ કેટલીક જગ્યાએ ચર્ચા કરી રહ્યા છે.
નાગપુર ટેસ્ટમાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર કોણ હશે તેના પર શંકા છે. એવું માનવામાં આવે છે કે ઇશાન કિશન કરતાં કેએસ ભરતને પસંદ કરવામાં આવી શકે છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવનું ડેબ્યૂ પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સિવાય પણ એવા ઘણા નામ છે જેમને કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા ડ્રોપ કરવા જઈ રહ્યા છે. પસંદગીકારોએ જે 17 ખેલાડીઓને તૈયાર કર્યા છે તેમાંથી 6 ખેલાડીઓએ હાલ રાહ જોવી પડશે.
પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે કુલ 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. હવે રોહિત અને રાહુલ તૈયાર કરશે તે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 11 ખેલાડીઓ જ ફિટ થવાના છે તેથી 6 ખેલાડીઓનું બહાર બેસવું નિશ્ચિત છે. આમાં ઘણા મોટા નામ હોઈ શકે છે. શુભમન ગિલ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટને બહાર બેસવું પડી શકે છે.