Home /News /sport /India vs Australia: મિસ્ટર 360 સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ ડેબ્યુ, રવિન્દ્ર જાડેજા અને પુજારાનું કમબેક
India vs Australia: મિસ્ટર 360 સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ ડેબ્યુ, રવિન્દ્ર જાડેજા અને પુજારાનું કમબેક
તસ્વીર સૌજન્યઃ BCCI
Suryakumar Yadav Makes Test debut: વર્લ્ડ નંબર 1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું છે. ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટેસ્ટ કેપ આપીને સૂર્યાનું સ્વાગત કર્યું છે. વનડે અને T20માં તરખાટ મચાવનારા સૂર્યકુમાર યાદવ પાસે ઘણી આશાઓ બાંધવામાં આવી રહી છે. આ મેચમાં શુભમન ગીલ અને ઈશાન કિશનને સ્થાન મળ્યું નથી.
સૂર્યકુમાર યાદવે T20 અને વનડેમાં તરખાટ મચાવ્યા બાદ હવે ભારતીય ટેસ્ટ ટીમમાં એન્ટ્રી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફિની પહેલી ટેસ્ટમાં સૂર્યકુમારે ડેબ્યુ કર્યું છે. સૂર્યકુમારને સ્થાન મળતા શુભમન ગિલનો પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો નથી, આ સિવાય ઈશાન કિશન પણ ટીમમાં નથી. પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ સિવાય ભારતીય ટીમમાં વિકેટકીપર કોના શ્રીકાર ભારતે પણ ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કર્યું છે. ભારતીય ટીમમાં બે ખેલાડીઓના ડેબ્યુ સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાનું કમબેક પણ થયું છે.
સૂર્યકુમાર યાદવાની ટેસ્ટમાં એન્ટ્રી
T20ના નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં વનડે અને T20 મેચમાં તરખાટ મચાવ્યો છે. વિરોધી ટીમને તેણે હંફાવી હતી. હવે તેની પરીક્ષા ટેસ્ટ ટીમામાં થશે. સૂર્યાને ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું છે. ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સૂર્યાને ટેસ્ટ કેપ આપીને ટીમમાં તેનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સૂર્યકુમાર અને રવિ શાસ્ત્રી વચ્ચે થયેલી રમૂજના કારણે સૂર્યા ખળખળાટ હસી પડ્યો હતો અને પોતાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળતા કેપ્ટન સહિત ટીમના સાથી ખેલાડીઓનો અને કોચનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏
રોહિત શર્માએ ટોસ હાર્યા બાદ જણાવ્યું કે, "જો અમે ટોસ જીત્યા હોત તો પણ બેટિંગ પસંદ કરવાના હતા. પીચ સૂકી લાગે છે, તેનાથી સ્પિનર્સને મદદ મળી શકે છે. અમે રાહ જોઈશું કે પીચમાં શું ફેરફાર જોવા મળે છે. ગઈકાલે અમે પ્રેક્ટિસ દરમિયાન અહીં સારા સ્વિંગ જોયા હતા. અમે પાછલા 5-6 દિવસમાં સારી તૈયારી કરી છે."
આ સાથે ભારતીય કેપ્ટન રોહિતે આગળ જણાવ્યું કે, આ સીરિઝ અમારા માટે ઘણી જ મહત્વની છે, પહેલા જ સેશનમાં અમે યોગ્ય સમયે આગળ રહીએ તે પ્રકારનો પ્લાન તૈયાર કર્યો છે.
વિકેટકીપર શ્રીકાર ભારતનું પણ ડેબ્યુ
ભારતીય ટેસ્ટ ટીમમાં સૂર્યકુમાર યાદવની સાથે કોના શ્રીકાર ભારતે પણ ડેબ્યુ કર્યું છે. શ્રીકાર ટીમમાં વિકેટકીપરની ભૂમિકામાં છે. મહત્વનું છે કે રિષભ પંતનો કાર અકસ્માત થતા તે હાલ ટીમની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે. હવે શ્રીકાર ટીમમાં કેવી ભૂમિકા ભજવે છે તે મહત્વનું સાબિત થશે અને તેને આગામી સમયમાં તેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને વનડે અને T20માં પણ સ્થાન આપવામાં આવી શકે છે.
Debut in international cricket for @KonaBharat 👍 👍
ભારતીય ટીમમાં લાંબા સમય પછી સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું કમબેક થયું છે. રવિન્દ્ર જાડેજા ઈન્જરીના લીધે ટીમમાંથી બહાર હતો આ દરમિયાન તે પોતાના પત્ની માટે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર કરતો પણ જોવા મળ્યો હતો. ગુજરાતના વધુ એક ખેલાડી ચેતેશ્વર પૂજારાનું પણ ટીમમાં કમબેક થયું છે.