આવતાં મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે, કાર્યક્રમ જાહેર

24 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયા ભારત સાથે બે ટી20 મેચ અને 5 વનડે મેચોની સીરિઝ રમશે

News18 Gujarati
Updated: January 10, 2019, 2:52 PM IST
આવતાં મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે, કાર્યક્રમ જાહેર
24 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયા ભારત સાથે બે ટી20 મેચ અને 5 વનડે મેચોની સીરિઝ રમશે
News18 Gujarati
Updated: January 10, 2019, 2:52 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, પરંતુ આવતાં મહિને ટીમ ઇન્ડિયા યજમાન બનશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી વિરાટ સેનાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એતિહાસિક ટેસ્ટ સીરિઝ જીતી છે. પરંતુ વર્લ્ડ કપ પહેલાં ટીમને એકવાર ફરી ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો પડશે. જેનો કાર્યક્રમ બીસીસીઆઇએ જાહેર કર્યો છે. 24 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયા ભારત સાથે બે ટી20 મેચ અને 5 વનડે મેચોની સીરિઝ રમશે.

પહેલી ટી20 મેચ બેંગલુરુમાં 24મી ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે બીજી વિશાખાપટ્ટનમમાં 27મીએ યોજાશે. 2 માર્ચથી વન ડે સીરિઝ શરૂ થશે. બન્ને ટી20 મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે અને વન ડે સીરિઝની મેચો બપોરે 1 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: INDvsAUS:ટીમ ઇન્ડિયાનું આગામી લક્ષ્ય વન ડે સીરિઝ, ધોની-ધવને પરસેવો પાડ્યો

પહેલી વન ડે: હૈદરાબાદ, 2 માર્ચ
બીજી વન ડે: નાગપુર, 5 માર્ચ
ત્રીજી વન ડે: રાંચી, 8 માર્ચ
ચોથી વન ડે: મોહાલી, 10 માર્ચ
પાંચવી વન ડે: દિલ્હી, 13 માર્ચ

ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાહ અત્યાર સુધી તો સફળ રહ્યો છે. ટી20 સીરિઝમાં સરસાઇ બાદ પહેલી વાર ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતી છે. હવે બધાની નજર 12 જાન્યુઆરીથી શરૂ થનાર વન ડે સીરિઝ પર છે. સીરિઝની પહેલી વન ડે સિડનીમાં, જ્યારે બીજી એડિલેડ અને ત્રીજી મેલબોર્નમાં રમાશે.
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...