Home /News /sport /IND VS AUS: શુભમનની શુભ શરૂઆત બાદ હવે વિરાટ સ્કોર કરવાનો કોહલીનો વારો, ટકી ગયો તો...

IND VS AUS: શુભમનની શુભ શરૂઆત બાદ હવે વિરાટ સ્કોર કરવાનો કોહલીનો વારો, ટકી ગયો તો...

virat kohli ind vs aus test series

IND VS AUS: અમદાવાદ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં આજનો દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. શુભમને સદી અને વિરાટે અર્ધી સદી ફટકારી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં અમદાવાદ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આજે યુવા ઓપનર શુભમન ગિલે સદી ફટકારી હતી. તો  બીજી તરફ વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી. વિરાટ કોહલીએ ઘર આંગણે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા હતા. તો સામે આ જ મેચમાં ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા એક જ ટીમ સામે 2000 રન પૂરા કર્યા હતા. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં  17000 રન પૂરા કર્યા હતા. અને આ રીતે એક પછી એક સીમાચિહ્ન ટીમે હાંસલ કર્યા હતા.

લોકેશ રાહુલના સ્થાને ટીમમાં સ્થાન મળ્યા બાદ તે ધાર્યા અનુસાર પરફોર્મ નહોતો કરી શક્યો જેના કારણે ટીકાકારોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો પણ આજે તેણે ફરીથી શાનદાર ફોર્મ બતાવીને વિવેચકોની બોલતી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો: IND VS AUS: અમદાવાદમાં મેચ જોવા ન જતાં, ધમકી ભર્યો કોલ આવતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

આ મેચમાં કાંગારૂ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટોસ જીત્યો હતો અને તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઓસી. ટીમે શાનદાર બેટિંગ કરી હતી અને ટીમનો સ્કોર 450 થી ઉપર પહોંચાડી દીધો હતો. ઉસમાન ખ્વાજાએ સદી ફટકારી હતી અને સાથે તેણે કેમરૂન ગ્રીનનો સાથ મળ્યો હતો. બંનેએ અનુક્રમે 180 અને 114 રન ફટકાર્યા હતા. બંનેની સદીથી ભારત બેકફૂટ પર ધકેલાઇ ગયું હતું પરંતુ બીજી ઇનિંગમાં ભારત બેટિંગમાં આવ્યું તો શુભમને ફરીથી ડ્રાઇવિંગ સીટ પર ટીમને બેસાડી દીધી હતી. આ સદીના કારણે ગિલ હવે ટેસ્ટ ટીમમાં કાયમી ઓપનર બની જાય તો નવાઈ નહીં. કારણ કે લોકેશ રાહુલ ઘણા સમયથી સારું પ્રદર્શન કરી શક્યો નથી અને ઓપનિંગ કરવા માટે ટીમ પાસે ઘણા વિકલ્પ પણ ઉપલબ્ધ છે.



ઉસ્માન ખ્વાજા અને ગ્રીન બાદ ત્રીજી સદી

ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ઉસ્માન ખ્વાજા એ અમદાવાદ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા તમામ લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. 36 વર્ષીય સલામી બેટ્સમેન એ ઇનિંગની શરૂઆત કરતા 180 રનની શાનદાર શતકીય ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ તેમની જ જમીન પર ઇનિંગની શરૂઆત કરી સર્વાધિક રન બનાવનાર બીજો ઓસ્ટ્રેલિયન સલામી બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની આ ઉમદા ઇનિંગમાં કુલ 422 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેના બેટથી 21 ચોગ્ગા નીકળ્યા હતા.
First published:

Tags: Ahmedabad Test, IND vs AUS, India vs australia, ક્રિકેટ, વિરાટ કોહલી