સિડની ટેસ્ટ માટે ટીમની જાહેરાત, રોહિતના સ્થાને રમશે કે એલ રાહુલ!

સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત (ફોટો સાભાર- બીસીસીઆઈ)

રોહિત શર્મા સિડની ટેસ્ટથી બહાર છે અને તેના સ્થાને ટીમ મેનેજમેન્ટે કે એલ રાહુલની પસંદગી કરી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડનીમાં રમાનારી ચોથી અને છેલ્લી ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ 13 સભ્યની ટીમની જાહેરાત કરી છે, જેમાં કે એલ રાહુલ પણ સામેલ છે. મૂળે, રોહિત શર્મા સિડની ટેસ્ટથી બહાર છે અને તેના સ્થાને ટીમ મેનેજમેન્ટે કે એલ રાહુલની પસંદગી કરી છે. કે એલ રાહુલ ખૂબ જ ખરાબ ફોર્મમાં છે અને મેલબોર્ન ટેસ્ટમાં તેને પડતો મૂકવામાં આવ્યો હતો પરંતુ એવું લાગી રહ્યું છે કે વિરાટ કોહલી તેને વધુ એક તક આપવાના મૂડમાં છે.

  આશ્ચર્યની વાત એ પણ છે કે ટીમ ઈન્ડિયાએ 13 સભ્યની ટીમમાં આર અશ્વિનને પણ તક આપી છે, જ્યારે તે ફિટ નથી. સિડનીમાં આજે તેનો ફિટનેસ ટેસ્ટ થયો હતો, જેમાં તે નિષ્ફળ થયો હતો. જોકે, બીસીસીઆઈ હજુ પણ એવું કહી રહી છે કે અશ્વિનના રમવા પણ નિર્ણય મેચ પહેલા જ લેવાશે. સિડનીમાં સ્પિનર્સને મદદ મળી શકે છે એવામાં 13 સભ્યોની ટીમમાં કુલદીપ યાદવ પણ સામેલ છે. આમ તો તેનું રમવું મુશ્કેલ છે કારણ કે ટીમમાંથી રોહિત શર્માના રૂપે એક બેટ્સમેન બહાર ગયો છે અને રાહુલને ટીમમાં પસંદ કરવાનો અર્થ છે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ રોહિતને બદલે બેટ્સમેન જ પસંદ કરશે.

   ભારતની 13 સભ્યોની ટીમ
  વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કે એલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને આર અશ્વિન
  Published by:Mrunal Bhojak
  First published: