Home /News /sport /Ahmedabad Test: ભારત અને ઓસ્ટ્રેલિયા બન્નેને ટોસ જીતીને મળી હાર, અમદાવાદમાં શું પહેલી બેટિંગ રહેશે ફાયદાવાળી?

Ahmedabad Test: ભારત અને ઓસ્ટ્રેલિયા બન્નેને ટોસ જીતીને મળી હાર, અમદાવાદમાં શું પહેલી બેટિંગ રહેશે ફાયદાવાળી?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ

India Vs Australia 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ આજે અમદાવાદમાં ટેસ્ટ રમાશે. ભારતીય ટીમની નજર મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પ્યિનશિપની ફાઈનલ માટે ડિરેક્ટ ક્વોલિફાઈ કરવા પર રહેશે. જોકે, ત્રીજી ટેસ્ટ કાંગારુની ટીમે જીતીને જબરજસ્ત કમબેક કર્યું છે. આજે શરુ થઈ રહેલી મેચમાં પણ જબરજસ્ત સંઘર્ષ જોવા મળશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ટીમ ઈન્ડિયા આજે એક મહત્વની ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે. કાંગારુની ટીમે ત્રીજી ઈન્દોરમાં રમાયેલી ટેસ્ટમાં 9 વિકેટથી જીતીને જબરજસ્ત કમબેક કર્યું છે. આવામાં ભારત હવે આ મેચને હવાશથી જરાય નહીં લેવા માગે. ત્રણે ટેસ્ટ ત્રણ દિવસમાં પૂર્ણ થઈ ગઈ હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ આજની મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાના છે.

હાલની સિરીઝની વાત કરીએ તો પહેલી બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગનો નિર્ણય લીધો હતો. જ્યારે ત્રીજી ટેસ્ટમાં ભારતે બેટિંગ લઈને નુકસાન ભોગવવું પડ્યું હતું. હવે ચોથી મેચ સરળ માનવામાં આવી રહી નથી. જોકે, કાંગારુની ટીમને જે ફાયદો થયો છે તેને યથાવત રાખવા ટીમ પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરવા માગશે. ભારતે પહેલી ટેસ્ટમાં જ્યારે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પહેલી ઈનિંગ્સમાં માત્ર 1089 રન જ બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાને મળી હતી સરળ જીત


ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગ્સમાં 197 રન બનાવ્યા હતા અને 88 રનની લીડ મેળવી લીધી હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગ્સમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. અમદાવાદની વાત કરીએ તો ભારતે અહીં બે ટેસ્ટ ગુમાવી છે અને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જે બન્નેમાં ભારતની જીત થઈ હતી.

ભારતીય ટીમ અને અમદાવાદનું મેદાન


ભારતીય ટીમ અમદાવાદમાં 6 ટેસ્ટમાં જીત મેળવી છે. જેમાંથી ત્રણ મેચમાં પહેલી બેટિંગ કરી છે જ્યારે 3 મેચમાં બોલિંગ કરી હતી. હાલની સિરીઝની વાત કરીએ તો બન્ને ટીમ બેટિંગ કરીને ખાસ પ્રદર્શન કરી શકી નથી. અંતિમ મેચમાં મેચમાં સારા પ્રદર્શનની આશા છે.
First published:

Tags: Ahmedabad news, IND vs AUS, India vs australia, Narendra Modi Stadium, PM Narendra Mod, Test Match

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો