Ind vs Aus 4th Test, Day 1 : ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 5 વિકેટે 246 રન કર્યા છે. ટિમ પેન અને કેમરુન ગ્રીન ક્રિઝ પર ઊભા છે. માર્નસ લબુશેને પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી ફિફટી ફટકારતા 204 બોલમાં 9 ફોરની મદદથી 108 રન કર્યા. નટરાજનની બોલિંગમાં તે કીપર પંત દ્વારા કેચ આઉટ થયો હતો.
સ્ટીવ સ્મિથ સુંદરની બોલિંગમાં શોર્ટ મિડવિકેટ પર રોહિત શર્માના કેચ આઉટ થયો હતો. સ્મિથે 77 બોલમાં 5 ફોરની મદદથી 36 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 3 વિકેટે 91 રન કર્યા છે. માર્નસ લબુશેન અને મેથ્યુ વેડ ક્રિઝ પર ઊભા છે.
વોશિંગટન સુંદર સતત ત્રીજી ઓવર મેડન ફેંકી, આ સાથે જ લંચ બ્રેક થયો છે. 27 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65 રન બે વિકેટનાં નુક્સાન પર છે. સ્મિથ અને લાબુશેન હાલમાં ક્રીઝ પર છે.
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 2 વિકેટે 65 રન કર્યા છે. માર્નસ લબુશેન અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર ઊભા છે. ઓસ્ટ્રેલિયન ઓપનર્સ ટીમને સારી શરૂઆત અપાવી શક્યા નથી. અને બીજી તરફ ભારતીય બોલર તેમનાં પર હાવી છે. ડેવિડ વોર્નર 1 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં સેકન્ડ સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ હેરિસ 5 રન બનાવી શાર્દુલ ઠાકુરની બોલિંગમાં સ્કવેર લેગ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સીરિઝ 1-1ની બરાબરી પર છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી પોતાના નામે કરશે. કાંગારું માટે સ્પિનર નેથન લાયન પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે, જ્યારે ભારત વતી તમિલનાડુના વી. સુંદર અને ટી. નટરાજન ડેબ્યુ કરી રહ્યા છે. ટી. નટરાજન એક જ ટૂર પર ટેસ્ટ, વનડે અને T-20 ડેબ્યુ કરનાર ભારતની પ્રથમ પ્લેયર બન્યો છે
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (કપ્તાન/વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ
ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋષભ પંત(વિકેટકીપર), વી.સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન