ઓસ્ટ્રેલિયાએ હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ બનાવ્યો, શ્રેણી 2-2થી સરભર

News18 Gujarati
Updated: March 10, 2019, 10:28 PM IST
ઓસ્ટ્રેલિયાએ હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ બનાવ્યો, શ્રેણી 2-2થી સરભર
ભારતનો 4 વિકેટે પરાજય, ભારત - 358/9, શિખર ધવન 143, ઓસ્ટ્રેલિયા - 359/6 (47.5), હેન્ડ્સકોમ્બ 117

ભારતનો 4 વિકેટે પરાજય, ભારત - 358/9, શિખર ધવન 143, ઓસ્ટ્રેલિયા - 359/6 (47.5), હેન્ડ્સકોમ્બ 117

  • Share this:
પીટર હેન્ડ્સકોમ્બની સદી (117) અને ઉસ્માન ખ્વાજા (91), એશ્ટોન ટર્નર (84*)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચોથી વન-ડેમાં ભારત સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 359 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીવંત રાખી છે. પાંચ મેચની શ્રેણી 2-2થી સરભર થઈ છે.

શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડે 13 માર્ચના રોજ દિલ્હીમાં રમાશે. ટર્નરે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. ટર્નરે 43 બોલમાં 5 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 84 રન બનાવ્યા હતા.

358 રનનો સ્કોર ચેઝ કરી ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં પોતાના હાઇએસ્ટ રનચેઝ કર્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ 334 રનનો હતો. જે 2011માં ઇંગ્લેન્ડ સામે કર્યો હતો.

હેન્ડ્સકોમ્બે 92 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે પ્રથમ વન-ડે સદી ફટકારી છે. તે 105 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 117 રને આઉટ થયો હતો.

ઉસ્માન ખ્વાજા 99 બોલમાં 91 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ખ્વાજા અને હેન્ડ્સકોમ્બે 192 રનની ભાગીદારી નોંધાવી હતી. એરોન ફિન્ચ 6 રન બનાવી ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. માર્શ 6 રને આઉટ થયો હતો.

રોહિત શર્મા 92 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 95 રન બનાવી આઉટ થયો હતો. રોહિત અને ધવન વચ્ચે પ્રથમ વિકેટ માટે 31 ઓવરમાં 193 રનની ભાગીદારી નોંધાઈ હતી.  શિખર ધવને 97 બોલમાં 12 ફોર અને 1 સિક્સર સાથે 100 રન પૂરા કર્યા હતા. ધવને વન-ડેની કારકિર્દીની 16મી સદી ફટકારી હતી. આ પછી ધવન 143 રને કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. ધવને 115 બોલમાં 18 ફોર અને 3 સિક્સર સાથે 143 રન બનાવ્યા હતા.વિરાટ કોહલી 7 રને કેચ આઉટ થયો હતો. રાહુલ 26 રને ઝમ્પાનો શિકાર બન્યો હતો. પંતે 24 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 36 રન બનાવ્યા હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે 5 વિકેટ, જ્યારે રિચાર્ડસને 3 વિકેટ ઝડપી હતી.

ચોથી ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચોથી વનડેમાં ભારતે રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપ્યું છે, જ્યારે ટીમમાં વિકેટ કિપર ધોની, અંબાતી રાયડુ, મોહમ્મદ શમી, અને રવિન્દ્ર જાડેજાને વિરામ આપવામાં આવ્યો છે.

 
First published: March 10, 2019, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading