IND vs AUS: મોહાલીમાં ભારત સામે 'વિરાટ' પડકાર, આ ખેલાડી થઇ શકે છે બહાર

મોહાલીમાં ભારત સામે 'વિરાટ' પડકાર

બન્ને ટીમ વચ્ચે રવિવારે મોહાલીમાં ચોથી વનડે રમાશે, આ મેચ જીતી વિરાટ સેના સીરિઝ પોતાના નામે કરવા પ્રયાસ કરશે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પાંચ વન-ડેની સીરિઝમાં ભારતે બે મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ રાંચીમાં 32 રને ત્રીજી વનડેમાં જીત હાંસલ કરી હતી. હવે બન્ને ટીમ વચ્ચે રવિવારે મોહાલીમાં ચોથી વનડે રમાશે. આ મેચ જીતી વિરાટ સેના સીરિઝ પોતાના નામે કરવા પ્રયાસ કરશે, જ્યારે એરોન ફિંચની ટીમ 2-2થી બરાબરી કરવા પ્રયાસ કરશે.

    વિરાટ કોહલીની ટીમે પહેલી બે મેચમાં બોલર્સના દમે ઓસ્ટ્રેલિયાને પરાજય અપાવ્યો હતો. જ્યારે ત્રીજી મેચમાં તે સારું પ્રદર્શન ન કરી શક્યાં. જેના કારણે યજમાન ટીમ 313 રનનો સ્કોર કરી શકી હતી.

    હાલ ભારતનું ધ્યાન આવનાર વર્લ્ડ કપને જોતાં મજબૂત ટીમ બનાવવા પર કેન્દ્રિત છે અને એના કારણે જ આ સીરિઝ બહુ મહત્વ ધરાવે છે. પહેલી મેચમાં ટોપ બેસ્ટમેન ધરાશાયી થતાં કેદાર જાધવ અને મહેન્દ્ર સિંહ ધોનીએ શતકીય ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. જ્યારે બીજી મેચમાં વિરાટ કોહલીએ જીત અપાવી હતી.

    જ્યારે ત્રીજી મેચમાં 314 રનના લક્ષ્યાંક સામે કોહલીએ વનડે કરિયરની 41મી સદી ફટકારી હતી, જ્યારે ઓપનર્સની સાથે-સાથે મધ્યક્રમમાં અંબાતી રાયડુની નિષ્ફળતાને કારણે ભારતીય ટીમને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

    હવે બીસીસીઆઇએ સ્પષ્ટ કરી દીધું છે કે, ધોની છેલ્લી બે વનડેમાં આરામ કરશે. આવામાં યુવા વિકેટકીપર રિષભ પંતને ચાન્સ મળી શકે છે. જ્યારે અંબાતી રાયડુ અંગે મુશ્કેલીઓ દેખાઇ રહી છે. તેને ચોથા નંબરનો વિકલ્પ માનવામાં આવતો હતો, પરંતુ તે સીરિઝમાં નિષ્ફળ રહ્યો છે. રાયડુને કોહલી બહાર બેસાડી શકે છે. જ્યારે રોહિત શર્મા અને શિખર ધવન પણ ફોર્મમાં નથી. સંભવ છે કે ટી20 સીરિઝમાં દમ દેખાડનાર કેએલ રાહુલને ધવન અથવા રાયડુના સ્થાને જગ્યા આપવામાં આવે.

    આ પણ વાંચો: મોહાલીમાં વિરાટ કોહલી સદી ફટકારશે તો બની જશે આ વર્લ્ડ રેકોર્ડ

    મોહાલીમાં શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમારને ટીમમાં જગ્યા મળી શકે છે. ભુવીને કારણે ડેથ ઓવરમાં ભારતની બોલિંગ વધુ મજબૂત થઇ શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહ નથી. ઉપરાંત કુલદીપ યાદવનો સાથ આપવા માટે સ્પિનર ચહલને ચાન્સ આપી શકાય છે. જેના માટે રવિન્દ્ર જાડેજાને આરામ આપી શકાય. કેમ કે, તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

    જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ ત્રીજી મેચ જીતીને વાપસી કરી છે. આ મેચમાં 93 રન ફટકારી કેપ્ટન એરોન ફ્રિંચે પણ ફોર્મમાં આવી ગયો છે, જે ભારત માટે ચિંતાનો વિષય હશે. જ્યારે ખ્વાજા પણ સારી શરૂઆતને મોટી પારીમાં બદલવામાં સફળ રહ્યો અને તેણે કરિયરની પહેલી સદી ફટકારી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલ સાથે શોન માર્શ, માર્કસ સ્ટોઇનિસ, પીટર હેન્ડસકોમ્બ અને એલેક્સ કેરીને પણ સારું પ્રદર્શન કરવું પડશે.

    અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 134 મેચ રમાઇ છે. જેમાં ઓસ્ટ્રેલિયાને 75 અને ભારતને 49 મેચમાં જીત મળી છે. જ્યારે દસ મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી.
    Published by:Azhar Patangwala
    First published: