બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લીય ટિપ્પણી, સિડનીમાં દર્શકો બોલ્યા ગાળો

બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લીય ટિપ્પણી, સિડનીમાં દર્શકો બોલ્યા ગાળો
IND VS AUS: બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લીય ટિપ્પણી (તસવીર - AP))

સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બુમરાહ અને સિરાજે ભારતીય ટીમ મેનેજમેન્ટને નસ્લીય ટિપ્પણીઓ વિશે ફરીયાદ કરી

  • Share this:
    નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લીય ટિપ્પણી કરવામાં આવી છે. સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બુમરાહ અને સિરાજે ભારતીય ટીમ મેનેજમેન્ટને નસ્લીય ટિપ્પણીઓ વિશે ફરીયાદ કરી છે. રિપોર્ટ પ્રમાણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેસેલા કેટલાક દર્શકોએ આ બે ખેલાડીઓને ગાળો આપી હતી અને તેમના પર નસ્લીય ટિપ્પણીઓ કરી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટના અધિકારીઓએ આ મુદ્દે સખત વિરોધ વ્યક્ત કર્યો છે.

    ઓસ્ટ્રેલિયન અખબાર ડેલી ટેલિગ્રાફના મતે ત્રીજા દિવસની રમત પુરી થયા પછી ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઇન્ડિયાના અધિકારી, આઈસીસી અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વાતચીત દરમિયાન બુમરાહ અને સિરાજ પણ ત્યાં ઉપસ્થિત હતા.



    આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો આપવાની તૈયારીમાં BCCI, ત્રીજી ટેસ્ટ પછી ઘરે પરત ફરશે ટીમ ઇન્ડિયા!

    રિપોર્ટ પ્રમાણે સિરાજ અને બુમરાહને છેલ્લા બે દિવસોથી દર્શકો ગાળો આપી રહ્યા છે. જેમાં નસ્લીય ટિપ્પણીઓ પણ સામેલ હતી. ત્રીજા દિવસની રમત પુરી થઈ પછી કેપ્ટન અજિંક્ય રહાણેએ મેચ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી હતી. રહાણેએ જણાવ્યું કે રૈંડવિક એન્ડ પર બેસેલા એક દર્શકે સિરાજને ગાળો આપી હતી જે ફાઇન લેગ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો.

    સિડનીમાં ફક્ત 10 હજાર દર્શકો જ આ મેચને જોઈ રહ્યા છે અને આમ છતા આવી ઘટના બની રહી છે. સિરાજ અને બુમરાહે પણ મેચના ત્રીજા દિવસ પછી સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી હતી. બંને અમ્પાયરો અને મેચ રેફરી ડેવિડ બૂને પણ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દા પર વાત કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:January 09, 2021, 15:23 pm

    ટૉપ ન્યૂઝ