Ind VS Aus : પૂજારાની સદી, બીજા દિવસના અંતે ભારત મજબૂત સ્થિતિમાં

News18 Gujarati
Updated: December 27, 2018, 3:53 PM IST
Ind VS Aus : પૂજારાની સદી, બીજા દિવસના અંતે ભારત મજબૂત સ્થિતિમાં
ભારતે 7 વિકેટે 443 રન બનાવી દાવ ડિકલેર કર્યો

ભારતે 7 વિકેટે 443 રન બનાવી દાવ ડિકલેર કર્યો, ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની 17મી સદી ફટકારી

  • Share this:
ચેતેશ્વર પૂજારાની સદી (106) અને વિરાટ કોહલી (82), રોહિત શર્મા (63*)ની અડધી સદીની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતે 7 વિકેટે 443 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે વિના વિકેટે 8 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા હજુ 435 રન પાછળ છે અને તેની 10 વિકેટો બાકી છે.

ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની 17મી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે સૌરવ ગાંગુલીની 16 સદીનો રેકોર્ડ તોડ્યો છે.

મિશેલ સ્ટાર્કની 28મી ઓવર અને ઇનિંગની 169 ઓવર ખાસ રોમાંચક રહી હતી. રોહિત અને પંતે એક એક ફોર ફટકારી હતી. ત્યારબાદ પાંચમી બોલમાં સ્ટાર્કે પંતને ગલીમાં ઉસ્માન ખ્વાઝાના હાથે કેચ કરીને વિકેટ લીધી હતી. પંતે 76 બોલમાં ત્રણ ફોરની મદદથી 39 રન બનાવી આઉટ થયો હતો. આમ ભારતે સાત વિકેટના નુકસાન સાથે 443 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. અને પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો.

આ પણ વાંચોઃ-ક્રિકેટમાં ડેબ્યૂ સાથે જ મયંકે ખાસ સિદ્ધિ મેળવી, આવું કરનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો

કોહલીએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચમાં નવી જોડીને અજમાવી હતી. મયંક સાથે દાવની શરૂઆત કરવા આવેલા હનુમા વિહારીએ ધૈર્યની સાથે શરૂઆત કરી હતી. મયંક સતત સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા હતા. જ્યારે વિહારીએ બોલને પુરો કરવાની જવાબદારી ઉઠાવી હતી. તેમણે ખાતું ખોલવા માટે 25 બોલ બગાડ્યા હતા.

 
First published: December 27, 2018, 7:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading