Home /News /sport /Ind VS Aus : મેલબોર્નમાં ભારતીયે બેટ્સમેનોએ બતાવ્યો દમ, સ્કોર 215/2

Ind VS Aus : મેલબોર્નમાં ભારતીયે બેટ્સમેનોએ બતાવ્યો દમ, સ્કોર 215/2

ભારતીય ખેલાડી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં ગણુબધુ દાવ ઉપર છે. બુધવારે શરૂ થયેલી ટેસ્ટમેચમાં કોઇનું પણ પલ્લુ ભારે થઇ શકે છે.

ત્રીજી વનડે શ્રેણીના પહેલી દિવસે ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યા બાદ શારી શરૂઆત કરી છે. મેલબોર્ન ટેસ્ટમાં પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ દમ દેખાડ્યો હતો. 89 ઓવરમાં બે વિકેટના નુકસાન 215 રન બનાવ્યા છે. પુજારાએ 200 બોલ ઉપર છ ફોરની મદદથી 68 રન અને વિરાટ કોહલીએ 107 બોલ ઉપર છ ફોર ફટકારીને 47 બનાવી અણનમ રહ્યા છે. મેચનો બીજો દિવસ પણ આ બંને ખેલાડીઓ ઉપર જ નિર્ભર છે.

બે વિકેટના નુકસાન સાથે ભારતીય ટીમે 100નો આંકડો વટાવી દીધો છે. સાથે સાથે ચેતેશ્વર પુજારાએ 152 બોલ ઉપર ચાર ફારની મદદથી અડધીસદી ફટકારી હતી. આ ઉપરાંત વિરાટ કોહલી પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.

ભારતે દિવસના પહેલા સેશનમાં 50 ઓવર બેટિંગ કરતા 113-1નો સ્કોર બનાવ્યો છે. આ સમયે પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા મયંક અગ્રવાલ 76નો સ્કોર બનાવીને વિકેટ કિપરના હાથે કેચ આઉટ થયો હતો.

મયંક અગ્રવાલ પોતાના ડેબ્યુ ટેસ્ટમાં 95 બોલ ઉપર છ ફોરની મદદથી અર્ધીસદી ફટકારી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બોક્સિંગ ડે ટેસ્માં ભારતના પહેલા દાવમાં મયંક અગ્રવાલ અને હનુમા વિહારી શરુ કર્યો હતો. બોક્સિંગ ડે સે મેલર્બન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં ગણુબધુ દાવ ઉપર છે. બુધવારે શરૂ થયેલી ટેસ્ટમેચમાં કોઇનું પણ પલ્લુ ભારે થઇ શકે છે.

એડિલેન્ડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં જીતથી ભારતને બઢત મળી હતી તો પર્થણાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરી હતી. આમ તેના ઘરને હળવાસથી લેવું ભુલ હશે. આત્મવિશ્વાસથી ભરેલી બંને ટીમો પાછળ હટવા નથી ઇચ્છતી. બંને ટીમો એડીચોટીનું જોર લગાવીને સીરીઝને પોતાના નામે કરવા માટે તૈયાર છે.

ભારતમાં નવી પ્રથા અંતર્ગત મેચના એક દિવસ પહેલા અંતિમ એકાદશનું એલાન કરવામાં આવ્યું છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટીમમાં મયંક અગ્રવાલને પસંદ કર્યો હતો. જ્યારે બોક્સિંગ ડે ટેસ્ટ ેચમાં મયંક આતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે.

બંને દેશની ટીમો

ભારતઃ- વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, અંજિક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા

ઓસ્ટ્રેલિયાઃ- ટીમ પેન (કેપ્ટન/વિકેટ કીપર), એરોન ફિંચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાઝા, શોન માર્શ,ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લોયન અને જોશ હેઝવુડ
First published:

Tags: INDvsAUS, Sport, Team india, Test Match

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો