
Highlights
મેચમાં 4 વિકેટ ઝડપનાર ક્રુણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
વિરાટ અને કાર્તિકે 6.3 ઓવરમાં 60 રનની ભાગીદારી કરી જીત અપાવી
કોહલી 41 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 61 રને અને દિનેશ કાર્તિક 22 રન બનાવી અણનમ
ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો. ભારતનો 6 વિકેટે વિજય. શ્રેણી 1-1થી સરભર
વિરાટ કોહલીએ 34 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી
રોહિત શર્મા 23 રન બનાવી એડમ ઝમ્પાનો શિકાર બન્યો. ભારતે 67 રને બીજી વિકેટ ગુમાવી
શિખર ધવન 22 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 41 રન બનાવી આઉટ. ભારતે 67 રને પ્રથમ વિકેટ ગુમાવી
ભારતે 4.4 ઓવરમાં 50 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા. ક્રુણાલ પંડ્યાની 4 વિકેટ
લિન 13 રન બનાવી રન આઉટ. ઓસ્ટ્રેલિયાએ 131 રને ગુમાવી છઠ્ઠી વિકેટ
કેરી 19 બોલમાં 4 ફોર સાથે 27 રન બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો. ઓસ્ટ્રેલિયાએ 119 રને પાંચમી વિકેટ ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા
મેક્સવેલ 16 રન બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો. ઓસ્ટ્રેલિયાએ 90 રને ગુમાવી ચોથી વિકેટ
ક્રુણાલ પંડ્યાએ બે બોલમાં ઝડપી બે વિકેટ. શોર્ટ 33 અને મેકડ્રેમોટ શૂન્ય રને આઉટ. ઓસ્ટ્રેલિયાએ 73 રને ત્રીજી વિકેટ ગુમાવી
એરોન ફિન્ચ 28 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો. ઓસ્ટ્રેલિયાએ 68 રને ગુમાવી પ્રથમ વિકેટ
રોહિત શર્માએ ફિન્ચનો 22 રને આસાન કેચ છોડ્યો
ઓસ્ટ્રેલિયાએ 6.2 ઓવરમાં 50 રન બનાવ્યા
ફિન્ચ અને શોર્ટ ઓપનિંગમાં ઉતર્યા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા
ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફરા કરતા બેહરનડોર્ફના સ્થાને મિચેલ સ્ટાર્કનો સમાવેશ કરાયો
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
પ્રથમ મેચમાં પરાજય અને મેલબોર્નમાં રમાયેલી બીજી મેચ વરસાદના કારણે રદ થતા ભારત 1-0થી પાછળ
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટી-20 મેચ રમાશે
ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 168 રન બનાવી લીધા હતા. કોહલી 41 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 61 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી શિખર ધવને 41, રોહિત શર્માએ 23 રન બનાવ્યા હતા.
હવે બંને વચ્ચે 6 ડિસેમ્બરથી ચાર મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે.
એરોન ફિન્ચ (28) અને શોર્ટે (33) પ્રથમ વિકેટ માટે 8.3 ઓવરમાં 68 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. આ પછી મિડલ ઓર્ડરમાં ધબડકો થતા ઓસ્ટ્રેલિયા 20 ઓવરમા 6 વિકેટે 164 રન બનાવી શક્યું હતું.
ભારત તરફથી ક્રુણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા 36 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
ભારત સામેની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાના સુકાની એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20માં મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે.