ન્યૂઝ18 ગુજરાતી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચ રાંચીમાં રમાશે. બન્ને ટીમો રાંચી પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયા બુધવારે રાંચી પહોંચી ત્યારે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. રાંચી એરપોર્ટ પહોંચતાં જ વિકેટકીપર એમ એસ ધોની તેની 75 લાખની હમર કારમાં ઘરે ગયો. આ કારમાં તેની સાથે કેદાર જાધવ અને રિષભ પંત પણ હતા. ધોની કાર ચલાવી રહ્યો હતો, જ્યારે કેદાર જાધવ ધોનીની બાજુમાં બેસેલો હતો અને રિષભ પંત પાછળની સીટે જોવા મળ્યો હતો.
બાઇક અને કારનો શોખ ધરાવે છે ધોની
તમને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીને કાર અને બાઇકનો બહુ જ શોખ છે. તેના ઘરે વિદેશી બાઇક્સ અને કાર્સનું કલેક્શન છે. ધોની પાસે હમર ઉપરાંત Ferrari 599 GTO, GMC Sierra, Audi Q7, Mitsubishi Pajero SFX, Land Rover Freelander 2 જેવી કાર્સ છે.