ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવ્યું, 2-1થી જીતી વન-ડે શ્રેણી

News18 Gujarati
Updated: January 19, 2020, 9:41 PM IST
ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવ્યું, 2-1થી જીતી વન-ડે શ્રેણી
ફાઈલ તસવીર

ઓસ્ટ્રેલિયાએ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની ત્રીજી વનડેમાં ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કાંગારુંએ 50 ઓવરમાં 9 વિકેટે 286 રન કર્યા છે.

  • Share this:
બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે શ્રેણીની આજે છેલ્લી મેચ રમાઈ (India vs Australia 3rd ODI Match) હતી. જેમાં ભારતીય ટીમે (team India)એ બાજી મારી હતી. ભારતના રોહિત શર્માએ શદીના દમપ ઓસ્ટ્રેલિયાની ટીમને (Austrelia) 7 વિકેટથી હરાવીને ત્રણ મોચોની આ શ્રેણીને 2-1થી પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ભારતની વનડે ક્રિકેટમાં 200મી જીત હતી.

ભારતે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું છે. 287 રનનો પીછો કરતા ભારતે 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 57મી ફિફટી મારી હતી. તેણે 91 બોલમાં 8 ફોરની મદદથી 89 રન કર્યા હતા.

આ પણ વાંચોઃ-હજી 2 દિવસ વધુ ચાલશે અમદાવાદનો ફ્લાવર શો, જાણો કોને મળશે ફ્રી એન્ટ્રી

કોહલી રનચેઝમાં 7 હજાર રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો પ્લેયર બન્યો છે. તેંડુલકરે આ માટે 180 ઇનિંગ્સ લીધી હતી, જયારે ઇન્ડિયન કેપ્ટને 133 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે વનડે કરિયરમાં 9 હજાર રન પૂરા કર્યા છે. તે સૌથી ઝડપી 9 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો છે. કોહલીએ 194 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી, રોહિતે આ માટે 217 ઇનિંગ્સ લીધી છે.

આ પણ વાંચોઃ-Airtelનો નવો પ્લાન, રૂ.179માં અનલિમિટેડ કોલની સાથે મળશે 2 લાખનો વીમો

ઓસ્ટ્રેલિયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની ત્રીજી વનડેમાં ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કાંગારુંએ 50 ઓવરમાં 9 વિકેટે 286 રન કર્યા છે. સ્ટીવ સ્મિથે ઇનિંગ્સને એન્કર કરતા વનડે કરિયરની નવમી સદી મારી હતી.આ પણ વાંચોઃ-1 લાખથી વધારે કિંમતનો છે સ્માર્ટ પંખો, TVની જેમ કરશે કામ, જુઓ તસવીરો

તેણે 132 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી 131 રન કર્યા હતા. તે ઉપરાંત માર્નસ લબુશેને વનડેમાં પોતાની મેડન ફિફટી ફટકારતા 54 રન કર્યા હતા. ભારત માટે મોહમ્મદ શમીએ 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જ્યારે કુલદીપ યાદવ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી હતી.
First published: January 19, 2020, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading