IND Vs AUS : કોહલીની સદી એળે, ત્રીજી વન-ડેમાં ભારતનો 32 રને પરાજય

News18 Gujarati
Updated: March 8, 2019, 9:31 PM IST
IND Vs AUS : કોહલીની સદી એળે, ત્રીજી વન-ડેમાં ભારતનો 32 રને પરાજય
ઓસ્ટ્રેલિયા - 313/5, ઉસ્માન ખ્વાજા 104 રન, એરોન ફિન્ચ 93 રન, ભારત - 281, કોહલી 123, પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ

ઓસ્ટ્રેલિયા - 313/5, ઉસ્માન ખ્વાજા 104 રન, એરોન ફિન્ચ 93 રન, ભારત - 281, કોહલી 123, પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ

  • Share this:
ઉસ્માન ખ્વાજાની સદી (104) અને એરોન ફિન્ચની અડધી સદી (93)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી વન-ડેમાં 32 રને વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 313 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 48.2 ઓવરમાં 281 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ એકલા હાથે લડત આપતા સદી ફટકારી હતી પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો.

આ જીત મેળવી હોવા છતા ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન-ડે 10 માર્ચના રોજ ચંદીગઢમાં રમાશે.

શિખર ધવન 1 અને રોહિત શર્મા 14 રને આઉટ થયા હતા. ભારતે 15 રને 2 વિકેટ ગુમાવી દીધી હતી. રાયડુ ફક્ત 2 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. ધોની 26 રને ઝમ્પાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ધોની અને કોહલી વચ્ચે 59 રનની ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ કોહલીએ વન-ડે કારકિર્દીની 41મી સદી ફટકારી હતી. વિરાટે 85 બોલમાં 14 ફોર સાથે 100 રન બનાવ્યા હતા. કોહલી 95 બોલમાં 16 ફોર અને 1 સિક્સર સાથે 123 રન બનાવી આઉટ થયો હતો.

એરોન ફિન્ચ 93 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ફિન્ચ અને ખ્વાજાએ શાનદાર શરુઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 31.5 ઓવરમાં 193 રનની ભાગીદારી નોંધાવી હતી. ઉસ્માન ખ્વાજાએ શાનદાર બેટિંગ કરતા 107 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી હતી. આ પછી તે 104 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 239 રને બીજી વિકેટ ગુમાવી હતી.

ગ્લેન મેક્સવેલ 31 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 47 રને આઉટ થયો હતો. શોન માર્શ 7 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ, જ્યારે શમીએ 1 વિકેટ ઝડપી હતી.

રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.
First published: March 8, 2019, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading