Ind VS Aus 2nd Test : પ્રથમ દિવસે બંને ટીમોનું સમાન પ્રભુત્વ

ભારતીય ક્રિકેટ ટીમ

પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 277 રન બનાવ્યા

 • Share this:
  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે બંને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું હતું. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 277 રન બનાવી લીધા છે. પેન 16 અને કમિન્સ 11 રને રમતમાં છે.

  ઓસ્ટ્રેલિયા તરફથી હેરિસે સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. આ સિવાય હેડે 58 અને ફિન્ચે 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિહારી અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.જ્યારે બુમરાહ અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.

  78મી ઓવરમાં શમીની બોલ પર એક રન લઇને ટ્રેવિસ હેડ ફિફ્ટી ફટકારી હતી. ટ્રેવિસ હેડ આ શ્રેણીમાં ઓસ્ટ્રોલિયા તરફથી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. હેડનું પ્રદર્શન આજે સારુ રહ્યું હતું. તેણમે ફિફ્ટી લગાવ્યા દરમિયાન ફાસ્ટ બોલરો સામે 24 ટકા બોલો ઉપર આક્રમતા દેખાડી હતી. જ્યારે સ્પિનરો સામે 43 ટકા બોલ ઉપર આક્રમક્તા બતાવી હતી. 83મી ઓવરમાં ટ્રેવિસ હેડ લોગ સોર્ટ લગાવવા ગયા ત્યારે થર્ડમેન ઉપર શમીએ કેચ પકડી લીધો આમ ઓસ્ટ્રેલિયાને ટ્રેવિસ હેડના રૂપમાં છઠ્ઠો ફટકો પડ્યો હતો.

  જસપ્રિત બુમરાહ ગજબની બોલિંગ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચા વિકેટ ઉપર 184 રન થયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે સુપર મેનની જેમ કેચ પકડ્યો હતો.

  માર્કસ હૈરિસને 30મી ઓવરમાં એક રન લઇને પોતાની અડધી સદી પુરી કરી હતી. આ તેની પહેલી ટેસ્ટ અડધી સદી છે. આમ ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત છે. હૈરિસે અત્યાર સુધી સરળ ઇનિંગ રમી છે. તેમણે મોટાભાગે ખરાબ બોલ ઉપર શોટ રમ્યા છે. તેમની બાઇન્ટ્રી મોટાભાગે વાઇડ બોલ પર આવી છે. તેમની સારી અનુશાસન અને રણનીતિ છે.

  પર્થમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા બેટિંગ કરવાના નિર્ણય સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો મેદાનમાં ઉતર્યા હતા. 15 ઓવર પુરી થઇ છે ત્યારે 50 રન પણ બની ચૂક્યા છે. માર્કસ હૈરિસ 32 રન ઉપર રમી રહ્યા છે. આ તેનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર છે. હૈરિસ અત્યાર સુધી છ ફોર લગાવી સૂક્યા છે. જ્યારે ભારતીય ટીમ પહેલી વિકેટ લેવા માટે મથામણ કરી રહી છે.

  ટીમ ઇન્ડિયાએ આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ઇજાગ્રસ્ત રોહિત શર્મા અને અશ્વિનની જગ્યાએ હનુમા વિહારી અને ઉમેશ યાદવને ટીમમાં જગ્યા આપી છે. એનો મતલબ એ છે કે, ટીમ ઇન્ડિયા આજે ચાર ફાસ્ટ બોલરો સાથે રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ કોઇ જ ફેરફાર વગર મેદાનમાં ઉતરશે.  ઉલ્લેખનીય છે કે ભારતની કોશિશ પોતાની બઢતને શ્રેણીમાં 2-0થી મજબૂત કરવાની રહેશે. જ્યારે મેજબાન ટીમ આ 1-1થી બરાબર કરવાના લક્ષ્ય સાથે ઉતરશે. ભારતીય ટીમે એડિલેન્ડમાં રમાયેલા પહેલા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રોલિયાને 31 રનથી હરાવીને જીત મેળવી છે. અને 1-0થી આગળ વધવું છે.

  એડિલેન્ડ ઓવલ મેદાન ઉપર ભારતીય ટીમની જીત તેમના બોલરો અને ટીમના કેપ્ટન વિરાટ કોહલીના યોગદાન વગર મેળવી છે. આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની ટીમ માટે સ્કોર મેળવ્યો હતો. ઇજાગ્રસ્ત થવાના કારણે તેઓ ટીમની બહાર થયેલા રવિચંન્દ્રન અશ્વિન અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની અનઉપસ્થિતિથી ટીમમાં થોડા દબાણમાં મુકી શકે છે.

  અશ્વિન કમરમા ઇજાના કારણે અને રોહિત પહેલી ટેસ્ટ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન પીઠ ઉપર ઇજા થવાના કારણે પર્થ ટેસ્ટ મેચમાંથી બહાર થયા છે. ભારતીય ટીમમાં ઉમેશ યાદવ, હરફનમૌલા ખેલાડી હનુમા વિહારી અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  બંને ટીમના પ્લેઇંગ ઇલેવન

  ભારતીય ટીમઃ- લોકેશ રાહુલ, મુરલી વિજય, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અઝિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટ કિપર), ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ

  ઓસ્ટેલિયાની ટીમઃ- એરન ફિંચ, માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈડ્સકોમ્બ, ટ્રૈવિસ હેડ, ટિમ પેન (વિકેટ કિપર- કેપ્ટન), પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝવુડ
  Published by:ankit patel
  First published: