Home /News /sport /

Ind vs Aus 2nd Test, 5th Day: ઓસ્ટ્રેલિયાએ 146 રનથી ભારતને આપી હાર

Ind vs Aus 2nd Test, 5th Day: ઓસ્ટ્રેલિયાએ 146 રનથી ભારતને આપી હાર

પાંચમાં દિવસે ભારતે 15 ઓવરમાં ફક્ત 28 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

પાંચમાં દિવસે ભારતે 15 ઓવરમાં ફક્ત 28 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

    પર્થઃ  અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાંચમાં દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતને 146 રનથી પરાજય આપ્યો છે. તે સાથે જ સિરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. પાંચમાં દિવસે ભારતે 15 ઓવરમાં ફક્ત 28 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે સાથે જ ભારતે હાર માની લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરના રોજ મેલબોર્નમાં રમવામાં આવશે.

    ઇશાંત ખાતું ન ખોલાવી શક્યો

    રિષભ પંતની વિકેટ પડ્યા બાદ મિચેલ સ્ટાર્કે ઉમેશ યાદવને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ઉમેશ યાદવ ફક્ત બે રન બનાવી શક્યો હતો. ઉમેશ યાદવ બાદ ઈશાંત શર્મા પણ કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. તેની સાથે ભારતની નવ વિકેટ પડી ગઈ હતી. ભારતની અંતિમ વિકેટ જસપ્રીત બુમરાહની પડી હતી. બુમરાહને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો.

    ચોગ્ગો મારવાના ચક્કરમાં રિષભ પંત કેચઆઉટ થયો

    ફરી એક વખત રિષભ પંત ઉતાવળ કરવા જતાં આઉટ થયો. લાયનની ઓવરમાં પ્રથમ બોલમાં ચોગ્ગો લગાવ્યા બાદ બીજા બે બોલમાં કોઈ જ રન બનાવી શક્યો ન હતો. ચોથા બોલ પર ચોગ્ગો મારવાના ચક્કરમાં તે કેચઆઉચ થઈ ગયો હતો. રિષભ પંતે 61 બોલ પર શાનદાર 30 રન બનાવ્યા હતા.

    ભારતને મળ્યો છઠ્ઠો ઝટકો

    ઓસ્ટ્રેલિયા તરફથી મિચેક સ્ટાર્કે હનુમા વિહારીને આઉટ કરીને ભારતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. હનુમા વિહારી 75 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને માર્કસ હેરિસના હાથે મિડવિકેટ પર કેચ આઉટ થઈ ગયો હતો.

    રસપ્રદ બની મેચ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ રસપ્રદ બની ગઈ છે. 287 રનના ટાર્ગેટ સામે ચોથા દિવસના અંતે ભારતે 5 વિકેટ ગુમાવી 112 રન બનાવી લીધા છે. ભારત જીતથી 175 રન અને ઓસ્ટ્રેલિયા જીતથી 5 વિકેટ દૂર છે. ચોથા દિવસના અંતે હનુમા વિહારી 24 અને રિષભ પંત 9 રને રમતમાં છે.

    ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધારે 30 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડ અને લાયને 2-2 વિકેટ ઝડપી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 243 રનમાં ઓલઆઉટ થયું હતું. મોહમ્મદ શમીએ 6 અને બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.

    પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 43 રનની લીડ મળી હતી, તેથી ભારતને 287 રનનો ટાર્ગેટ મળ્યો છે. પરંતુ ભારતની શરૂઆત ખરાબ રીતે થઈ છે. કેએલ રાહુલ અને ચેતેશ્વર પૂજારા સસ્તામાં આઉટ થતાં ભારત દબાણમાં આવી ગયું. ત્યારબાદ કોહલી અને વિજયે ભારતની ઈનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો પણ તે બંને પણ ઓસ્ટ્રેલિયન બોલિંગ અટેક સામે ટકી ન શક્યા. કોહલી 17 રને અને વિજય 20 રને આઉટ થઈ જતાં ભારત સામે હવે હારનો ખતરો ઊભો થયો છે.

    ચોથા દિવસના પહેલી સેશનમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહેનારા ભારતીય બોલર્સે લંચ બાદ બોલિંગમાં ફરી ધાર મેળવી. લંચ બાદ પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી છે. તેણે ઓવરના પાંચમા બોલે ટિમ પેનને કોહલીના હાથે કેચ કરાવ્યો. ટિમે 116 બોલમાં ચાર ફોરની મદદથી 37 રન કર્યા. જ્યારે ઓવરના અંતિમ બોલ પર એરોન ફિંચને વિકેટકીપર પંતે કેચ કર્યો. ઉલ્લેખનીય છે કે ફિંચ મેચના ત્રીજા દિવસે આંગળીમાં ઈજા થવાના કારણે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. મોહમ્મદ શમીએ નાથન લોયનને આઉટ કરીને ભારતને નવમી સફળતા અપાવી. જ્યારે તેની બીજી ઇનિંગમાં 6 વિકેટ (6/41) છે. આ શમીનું ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Australia, IND vs AUS, Live, Score, ક્રિકેટ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन