Home /News /sport /શું મેલબોર્નમાં દિનેશ કાર્તિકને ચડી હતી ઠંડી? સોશિયલ મીડિયા પર યૂઝર્સે કેમ આમ કહ્યું

શું મેલબોર્નમાં દિનેશ કાર્તિકને ચડી હતી ઠંડી? સોશિયલ મીડિયા પર યૂઝર્સે કેમ આમ કહ્યું

શું મેલબોર્નમાં દિનેશ કાર્તિકને ચડી હતી ઠંડી? સોશિયલ મીડિયા પર યૂઝર્સે કેમ આમ કહ્યું

દિનેશ કાર્તિક મેલબોર્નમાં એવા લુકમાં જોવા મળ્યો હતો જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટી-20 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જોકે આ મુકાબલા દરમિયાન દિનેશ કાર્તિક એવા લુકમાં જોવા મળ્યો હતો જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. મેલબોર્નમાં શુક્રવારે ઘણી ઠંડી હતી અને દિનેશ કાર્તિકને તે વધારે લાગી રહી હતી. જેથી તેણે નોર્મલ કેપના બદલે બીની પહેરી હતી. જેને ભારતમાં મંકી કેપ કહેવામાં આવે છે.

દિનેશ કાર્તિકનો આવી કેપ પહેરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્તિકે બીની કેપ સિવાય ફુલ સ્વેટર પણ પહેર્યું હતું. પ્રશંસકોએ પણ કહ્યું હતું કે કાર્તિકને ઠંડી લાગી રહી છે.





દિનેશ કાર્તિકને ભલે ઘણી ઠંડી લાગતી હતી પણ તેનું ધ્યાન મેચ પર કેન્દ્રિત હતું. દિનેશ કાર્તિકે 7મી ઓવરમાં બુમરાહના બોલ પર માર્કસ સ્ટોયનિસનો શાનદાર કેચ પકડ્યો હતો. બીજી ટી-20 મેચ વરસાદના કારણે રદ જાહેર કરાઈ હતી. પ્રથમ ટી-20માં દિનેશ કાર્તિકે બેટિંગથી મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. કાર્તિકે પ્રથમ ટી-20માં 13 બોલમાં 30 રનની ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો - વરસાદના કારણે બીજી ટી-20 રદ થતા ભારતને થયો આવો ફાયદો!
First published:

Tags: 2nd T20I, Dinesh karthik, India vs australia, Melbourne