શિખા પાંડેએ ફેંક્યો ‘બોલ ઓફ ઘ સેન્ચ્યુરી’, બોલ જોઈ દિગ્ગજ ખેલાડીઓ પણ થયા હક્કા બક્કા, જુઓ Video

ભારતીય બોલર શિખા પાંડે (Shikha Pandey)એ ઓસ્ટ્રેલિયા સામેની બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમ સહિત દિગ્ગાજ ખેલાડીઓને પણ આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.

India vs Australia: 119 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ખાતું એલિસા હીલીએ શિખા પાંડે (Shikha Pandey)ના પહેલા બોલ પર ચોકો ફટકારીને કર્યો હતો, પરંતુ બીજા જ બોલ પર તે આઉટ થઈ હતી.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાની સામેની (INDW vs AUSW) બીજી ટી-20 મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારતીય બોલર શિખા પાંડે (Shikha Pandey)એ ઓસ્ટ્રેલિયા સામેની બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમ સહિત દિગ્ગાજ ખેલાડીઓને પણ આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન એલિસા હીલીને ઓસ્ટ્રેલિયાની ઈનિંગની બીજી ઈનિંગમાં એવો બોલ ફેક્યો કે પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે આ બોલને બોલ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યો હતો.

    શિખાના આ બોલ પર ઓસ્ટ્રેલિયાના ખતરનાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની અને ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન એલિસા હીલી પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 118 રન બનાવી શકી હતી.





    119 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની ઓપનિંગ બેટ્સમેન એલિસા હીલીએ પાંડેના પહેલા બોલ પર શાનદાર ફોર મારી હતી અને બીજા જ બોલ પર તે આઉટ થઈ હતી. પાંડેનો આ બોલ ખરેખર ખતકનાક હતો.

    શિખા પાંડેના બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ કહ્યો છે.


    આ પણ વાંચો: IPL 1st Qualifier: DCની નજર સતત બીજી ફાઈનલમાં, 8 વારની ફાઈનાલિસ્ટ CSK સાથે ટક્કર

    પાંડેએ શાનદાર ઈનસ્વિંગ બોલ ફેક્યો હતો જે હીલીની જરા પણ સમજાયો નહી અને તે ક્લિન બોલ્ડ થઈ ગઈ હતી, પવેલિયન જતા સમયે હીલીએ આપેલા રીએક્શનથી એ વાત સ્પષ્ટ પણે જણાઈ આવી કે હીલીને પાંડેએ નાખેલો બોલ સહેજ પણ સમજાયો ન હતો. શિખા પાંડેએ 4 ઓવરમાં 27 રન આપ્યા હતા અને તેને એક જ સફળતા મળી હતી. શિખા સિવાય રાજેશ્વરી ગાયકવાડે 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:kuldipsinh barot
    First published: