કોહલી કરવાનો હતો મોટી ભૂલ, ધોનીએ રોક્યો અને પલટાઈ ગઈ આખી મેચ

News18 Gujarati
Updated: March 6, 2019, 11:24 AM IST
કોહલી કરવાનો હતો મોટી ભૂલ, ધોનીએ રોક્યો અને પલટાઈ ગઈ આખી મેચ
એમએસ ધોની અને વિરાટ કોહલી

એક ભૂલ ટીમ ઈન્ડિયાને હરાવી શકતી હતી અને કેપ્ટન કોહલી કંઈક એવું જ કરવાનો હતા

  • Share this:
નાગપુર વનડેમાં માત્ર 250 રનો કર્યા હોવા છતાંય ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું. ભારતે 8 રનોથી રોમાંચક જીત નોંધાવી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં તેના બોલર્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહી, જેઓએ ઓસ્ટ્રેલિયાને માત્ર 242 રનો પર સમેટી લીધી. નાગપુરમાં રમાયેલ આ મેચ ખૂબ જ ટેન્શનથી ભરેલી હતી. એક ભૂલ ટીમ ઈન્ડિયાને હરાવી શકતી હતી અને કેપ્ટન કોહલી કંઈક એવું જ કરવાનો હતા, જેનો ઉલ્લેખ તેઓએ જીત્યા બાદ પણ કર્યો.

વિરાટ કોહલીએ કહ્યું કે, હું 46મી ઓવરમાં વિજય પાસે બોલિંગ કરાવવાનું વિચારી રહ્યો હતો. તેના માટે મેં રોહિત અને ધોની સાથે વાત કરી, પરંતુ તેઓએ શમી અને બુમરાહ પર વિશ્વાસ મૂકવા માટે કહ્યું. તેમનું કહેવું હતું કે જો બુમરાહ અને શમી એક-બે વિકેટ લઈ લે છે તો આપણે મેચમાં વધુ હાવી થઈ જઈશું અને ઠીક એવું જ થયું.

ધોનીની સલાહ કામ કરી ગઈ!


ધોનીના કહેવા પર વિરાટ કોહલીએ જેવી 46મી ઓવરમાં બુમરાહને બોલિંગ સોંપી, તેણે કૂલ્ટર નાઇલની વિકેટ ઝડપી લીધી. ત્યારબાદ એક બોલ પછી તેણે પૈટ કમિન્સને પણ શૂન્ય પર આઉટ કરી દીધો. આ ઓવરમાં ભારતને 2 વિકેટ મળી અને ભારતની જીતનો રસ્તો ખુલી ગયો.

આ પણ વાંચો, સચિન Vs વિરાટ: આ મામલે માસ્ટર બ્લાસ્ટર પર ભારે પડી રહ્યો છે 'કિંગ' કોહલીછેલ્લી ઓવર વિજય શંકરને નાખી

વિરાટ કોહલીએ છેલ્લી ઓવર વિજય શંકર પાસે કરાવી. આ ઓવર પહેલા તેણે આખી મેચમાં માત્ર 6 જ બોલ ફેંકયા હતા, એવામાં આ ખૂબ જ મોટો જુગાર હતો, પરંતુ વિજય શંકરે કેપ્ટનના ભરોસાને કાયમ રાખતા પહેલા જ બોલ પર સ્ટોયનિસને આઉટ કરી દીધો અને ત્યારબાદ તેઓએ એડમ જંપાને પણ બોલ્ડ કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી.
First published: March 6, 2019, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading