ટીમ ઇન્ડિયાનો ટી-20 શ્રેણીમાં 2-0થી પરાજય થયો હોવાથી ટીમ પર દબાણ હતું. જોકે પાંચ વન-ડેની પ્રથમ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ મંગળવારે (5 માર્ચ) નાગપુરમાં રમાશે. આ મેદાન ઉપર કાંગારુની ટીમ યજમાન સામે ત્રણ મેચ રમ્યું છે અને ત્રણેયમાં પરાજય થયો છે. આ જ કારણે વિરાટ સેનાની શ્રેણીમાં લીડ 2-0 થવાની સંભાવના છે. નાગપુરમાં ઓસ્ટ્રેલિયાનો 2009માં 99 રને, 2013માં 6 વિકેટે અને 2017માં 7 વિકેટે પરાજય થયો છે.
પ્રથમ મેચમાં રોહિત શર્મા (37), વિરાટ કોહલી (44). એમએસ ધોની (51*) અને કેદાર જાધવે (81*) દમ બતાવીને સાબિત કર્યું છે કે ટીમ વર્લ્ડ કપ મિશનની દિશામાં યોગ્ય રીતે આગળ વધી રહી છે. આ મેચમાં ભારતના મિડલ ઓર્ડરને લઈને પણ સારો સંકેત મળ્યો છે.
ધોનીને ફરી સાબિત કર્યું છે કે તેને તેને વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ ફિનિશર કેમ કહેવામાં આવે છે. તેના સિવાય જાધવના રુપમાં ભારતને નવો ફિનિશર મળ્યો છે. જે જૂના ધોનીનું સ્થાન લેવામાં સક્ષમ છે.
બીજી તરફ કંગારુની ટીમ પ્રથમ મેચ ગુમાવ્યા પછી વળતો પ્રહાર પ્રયત્ન કરશે. જેથી વર્લ્ડ કપમાં પણ સારા મનોબળ સાથે ઉતરી શકે. પ્રથમ મેચમાં પરાજય પછી ઓસ્ટ્રેલિયન ટીમના સુકાની અને તેના ખેલાડીઓ માટે હવે શ્રેણીમાં પૂરી રીતે અલગ પ્રકારનો પડકાર હશે. ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ અને પીટર હેડ્સકોમ્બે વધારે જવાબદારી ઉઠાવવી પડશે. બેટિંગમાં કેપ્ટન એરોન ફિન્ચનું ફોર્મ ચિંતાનો વિષય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર