Home /News /sport /

એડિલેડમાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બની ગયો નંબર-1

એડિલેડમાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બની ગયો નંબર-1

સિડનીમાં સદી ફટકારનાર રોહિત શર્માએ એડિલેડમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી

સિડનીમાં સદી ફટકારનાર રોહિત શર્માએ એડિલેડમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી

    સિડનીમાં સદી ફટકારનાર રોહિત શર્માએ એડિલેડમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ સાથે જ રોહિત શર્મા એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત એક ટીમ સામે સૌથી વધારે સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

    રોહિત એડિલેડમાં બીજી વન-ડેમાં 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ તેની ઓસ્ટ્રેલિયા સામે 89 સિક્સરો થઈ ગઈ છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલના નામે હતો. ગેઈલે ઇંગ્લેન્ડ સામે 88 સિક્સર ફટકારી છે.

    આ પણ વાંચો - IND vs AUS: વિરાટ કોહલીની સદી, ભારતનો વિજય, શ્રેણી 1-1થી સરભર

    રોહિતે આ મેચમાં શિખર ધવન સાથે 47 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંને વન-ડેમાં 4 હજાર રન જોડનાર દુનિયાની ચોથી જોડી બની ગઈ છે.

    વિરાટ કોહલીની સદી (104) અને મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 55 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 298 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2nd ODI, Adelaide, Chris gayle, Cricket Score, India vs australia, Ms dhoni, રોહિત શર્મા, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन