ઓસીના બેટ્સમેનોને પજવતો જોવા મળ્યો પંત, પાક.ના વિકેટકીપર સાથે થઈ સરખામણી!

એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે ખરાબ બેટિંગ પછી બીજા દિવસે ભારતીય ટીમે શાનદાર વાપસી કરી

News18 Gujarati
Updated: December 7, 2018, 2:12 PM IST
ઓસીના બેટ્સમેનોને પજવતો જોવા મળ્યો પંત, પાક.ના વિકેટકીપર સાથે થઈ સરખામણી!
ઓસીના બેટ્સમેનોને પજવતો જોવા મળ્યો પંત, પાક.ના વિકેટકીપર સાથે થઈ સરખામણી!
News18 Gujarati
Updated: December 7, 2018, 2:12 PM IST
એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે ખરાબ બેટિંગ પછી બીજા દિવસે ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને કંગારુ બેટ્સમેનોને ખુલીને રમવા દીધા ન હતા. ટીમ ઇન્ડિયાના બોલરોએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા, સાથે વિકેટ પાછળ રિષભ પંત પણ સતત પરેશાન કરતો હતો. વિકેટ પાછળ પંત સતત કાંઈકને કાંઈક બાલ્યા કરતો હતો.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો જ્યારે વિકેટ પર ટકી રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે રિષભ પંતે વિકેટ પાછળ કહ્યું હતું કે શાબાશ છોકરાઓ અહીં બધાય પૂજારા નથી. પંતે જાણી જોઈને વાત અંગ્રેજીમાં કરી હતી. કારણ કે તે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનું ધ્યાન ભંગ કરવા માંગતો હતો. પંતે કાંગારુના સુકાની ટિમ પેનને પણ વિકેટ પાછળ પરેશાન કર્યો હતો. તેણે મજાક-મજાકમાં કહ્યું હતું કે ત્યાં ક્યાંથી અચાનક સુકાની બની ગયો.

રિષભ પંત સતત બોલતો હતો, જેથી સોશિયલ મીડિયા ઉપર લોકો તેને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. પંતની સરખામણી પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલ સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે પંતની વિકેટકીપિંગ ખરાબ છે. આવી જ હાલત કામરાન અકમલની હતી. તે પણ સતત વિકેટ પાછળ બોલતો રહેતો હતો.

આ પણ વાંચો - એડિલેડ ટેસ્ટની વચ્ચે સચિને મોકલ્યો મેસેજ: આ ભૂલ બિલકુલ ન કરતાં

ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટે 191 રન બનાવી લીધા છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर