પ્રથમ ટેસ્ટ: મેચમાં આ આસ્ટ્રેલિયન બેટ્સમેનના માતા-પિતા રડવા લાગ્યા, જાણો કારણ

ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 191 રન બનાવી લીધા છે

News18 Gujarati
Updated: December 7, 2018, 4:28 PM IST
પ્રથમ ટેસ્ટ: મેચમાં આ આસ્ટ્રેલિયન બેટ્સમેનના માતા-પિતા રડવા લાગ્યા, જાણો કારણ
પ્રથમ ટેસ્ટ: આ આસ્ટ્રેલિયન બેટ્સમેનના માતા-પિતા રડવા લાગ્યા, જાણો કારણ
News18 Gujarati
Updated: December 7, 2018, 4:28 PM IST
ભારત સામે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન માર્કસ હેરિસ ડેબ્યૂ કરી રહ્યો છે. હેરિસ ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેના માતા-પિતા પણ મેદાનમાં હાજર હતા. જ્યારે હેરિસે પ્રથમ રન બનાવ્યો તો તેના માતા-પિતાની આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. હેરિસે થોડા દિવસો પહેલા જ શેફીલ્ડ શીલ્ડમાં શાનદાર બેટિંગ કરી હતી. જેના કારણે તેનો ઓસ્ટ્રેલિયાની ટીમમાં સમાવેશ કરાયો હતો. હેરિસ 57 બોલમાં 26 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો.

પ્રથમ મેચ હોય ત્યારે ડેબ્યૂ બેટ્સમેન ઉપર ઘણું દબાણ હોય છે. હેરિસે દબાણની સ્થિતિમાં 26 રન બનાવ્યા હતા.

ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 191 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન ટ્રેવિસ હેડે બનાવ્યા હતા. તે 149 બોલમાં 6 ફોર સાથે 61 રન બનાવી રમતમાં છે. સ્ટાર્ક 8 રને રમતમાં છે.
આ પણ વાંચો - ઓસીના બેટ્સમેનોને પજવતો જોવા મળ્યો પંત, પાક.ના વિકેટકીપર સાથે થઈ સરખામણી!

ભારત તરફથી અશ્વિને 3 વિકેટ, જ્યારે ઇશાંત શર્મા અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर