Home /News /sport /Ind vs Aus 1st Test : ભારતે રચ્યો ઇતિહાસ, 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ વિજય

Ind vs Aus 1st Test : ભારતે રચ્યો ઇતિહાસ, 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ વિજય

ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા

ભારતે આપેલા 323 રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયા પાંચમાં દિવસે 291 રનમાં ઓલઆઉટ, ભારતનો 31 ને વિજય, શ્રેણીમાં 1-0થી લીડ

    બોલરોનો શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 31 રને વિજય મેળવ્યો છે. ભારતે આપેલા 323 રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયા પાંચમાં દિવસે 291 રનમાં ઓલઆઉટ થયું હતું. આ સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટેસ્ટ 14 ડિસેમ્બરે રમાશે.

    ઓસ્ટ્રેલિયા તરફથી શોન માર્શે સૌથી વધારે 60 અને ટીમ પેઈને 41 રન બનાવ્યા હતા. આ સિવાય પૂંછડીયા બેટ્સમેન કમિન્સ (28) સ્ટાર્ક (28), લાયન (38*) અને હેઝલવુડે (13) શાનદાર બેટિંગ કરી ભારતને મોટા વિજયથી વંચિત રાખ્યું હતું.

    પ્રથમ ઇનિંગ્સમાં 123 અને બીજી ઇનિંગ્સમાં 71 રનની ઇનિંગ્સ રમનાર ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

    ભારત તરફથી બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માએ 1 વિકેટ ઝડપી હતી.

    આ પણ વાંચોઃ-ભારતના બેટ્સમેનોને આ અમ્પાયરે 3 વખત આપ્યા ખોટા આઉટ, DRSએ બચાવ્યા

    ભારતે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ રચ્યો છે. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે. આ સિવાય ભારત જાન્યુઆરી 2008 પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીત્યું છે. 2008માં ભારતે પર્થમાં ઓસ્ટ્રેલિયાને 72 રને હરાવ્યું હતું. એડિલેડમાં ભારત અંતિમ વખત 2003માં ટેસ્ટ જીત્યું હતું.

    ભારતના ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ વિજય
    1977 - 222 રને વિજય, મેલબોર્ન
    1978 - ઇનિંગ્સ અને 2 રને વિજય, સિડની
    1981 - 59 રને વિજય, મેલબોર્ન
    2003 - 4 વિકેટે વિજય, એડિલેડ
    2008 - 72 રને વિજય, પર્થ
    2018 - 31 રને વિજય, એડિલેડ

    આ પણ વાંચોઃ-ભારતના 7 વર્ષના ટેણિયાનો બોલ થયો ફૂલ સ્વિંગ, શેન વોર્ને પણ કર્યા વખાણ !

    ઉલ્લેખનીય છે કે, ગત 100 વર્ષમાં ઓસ્ટ્રેલિયાએ એક પણ વખત મેદાનમાં 200 પ્લસ સ્કોર ચેઝ કર્યો નથી.
    Published by:ankit patel
    First published:

    Tags: India vs australia 1st test, Live Cricket Score, Team india

    विज्ञापन
    विज्ञापन