ઓસ્ટ્રેલિયન મીડિયાનો ટીમ ઇન્ડિયા પર પ્રહાર, કહ્યું - ડરપોક છે ભારતીય બેટ્સમેનો

News18 Gujarati
Updated: December 4, 2018, 2:34 PM IST
ઓસ્ટ્રેલિયન મીડિયાનો ટીમ ઇન્ડિયા પર પ્રહાર, કહ્યું - ડરપોક છે ભારતીય બેટ્સમેનો
જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર કોઈ ટીમ શ્રેણી રમવા માટે આવે છે તો તેના ઉપર દબાણ બનાવવા માટે વાકયુદ્ધ શરુ કરી દેવામાં આવે છે

જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર કોઈ ટીમ શ્રેણી રમવા માટે આવે છે તો તેના ઉપર દબાણ બનાવવા માટે વાકયુદ્ધ શરુ કરી દેવામાં આવે છે

  • Share this:
જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર કોઈ ટીમ શ્રેણી રમવા માટે આવે છે તો તેના ઉપર દબાણ બનાવવા માટે વાકયુદ્ધ શરુ કરી દેવામાં આવે છે. દબાણ બનાવવામાં ઓસ્ટ્રેલિયન મીડિયા પણ આગળ રહે છે. ટીમ ઇન્ડિયા સાથે પણ આમ થઈ રહ્યું છે. ટેસ્ટ શ્રેણી શરુ થવાના બે દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયન મીડિયાએ ટીમ ઇન્ડિયાને નિશાન બનાવવાનું શરુ કરી દીધું છે.

એક અખબારે પોતાના રિપોર્ટમાં ભારતીય બેટ્સમેનોને ડરપોક બેટ્સમેન ગણાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઇન્ડિયા ફાસ્ટ પિચોથી ડરે છે, તેને બ્રિસબેનના બાઉન્સથી ડર લાગે છે. પર્થમાં ડરવાનું કોઈ કારણ નથી છતા પણ ટીમ ઇન્ડિયાને ત્યાં ડર લાગે છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન ટીમ ઇન્ડિયાનો કોઈપણ બેટ્સમેન બાઉન્સરથી ડરતો નથી. વિરાટ કોહલી, અજિન્કિય રહાણે, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા જેવા બધા ખેલાડી બાઉન્સર પર સહજ રીતે રમે છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ક્રિકેટ એક્સપર્ટે આ વાતને માની છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજોએ મીડિયામાં આવેલ આ રિપોર્ટની ટિકા કરી છે.

આ પણ વાંચો - ટેરર હિટ લિસ્ટ બનાવવાના આરોપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરના ભાઈની ધરપકડવિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં રમેલી 16 ટેસ્ટ ઇનિંગ્સમાં કુલ 992 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 2 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં તેને એવરેજ 62ની છે. મુરલી વિજયની ઓસ્ટ્રેલિયામાં એવરેજ 60ની, રહાણેની 57 છે. આંડકા પર નજર નાખીએ તો માલુમ થાય છે કે ઓસ્ટ્રેલિયન મીડિયા ખોટુ બોલી રહી છે.
First published: December 4, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading