IND vs AUS: રવિવારે પ્રથમ ટી-20, જીત સાથે શરુઆત કરવા માંગશે ટીમ ઇન્ડિયા

IND vs AUS: રવિવારે પ્રથમ ટી-20

ભારતના બંને ટીમોના મુકાબલાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ઘણો શરમજનક

  • Share this:
    ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લગભગ એક મહિના પછી ફરી ક્રિકેટના મેદાનમાં જંગ થવાની છે. વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે પ્રથમ ટી-20 મેચ રમાશે. મેચ સાંજે 7.00 કલાકેથી શરુ થશે. ભારતીય ટી-20 ક્રિકેટમાં પોતાનો દબદબો બનાવી રાખવા માંગશે. જ્યારે કંગારુ કેપ્ટન એરોન ફિન્ચ પોતાના મેદાનમાં ટેસ્ટ અને વન-ડેમાં મળેલા પરાજયનો બદલો લેવા માંગશે.

    ભારત પાસે સુકાની વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની અને રિષભ પંત પર બેટિંગનો દારોમદાર રહેશે. વિરોધી ટીમની વિકેટ ઝડપવાની જવાબદારી જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ચહલ અને ક્રુણાલ પંડ્યા પર રહેશે.

    આ પણ વાંચો - ICC World Cup 2019: ભારત-પાક મેચ પર બોલ્યો કેપ્ટન કોહલી, અમે દેશનાં નિર્ણયની સાથે

    કાંગારુ ટીમની વાત કરવામાં આવે તો કેપ્ટન એરોન ફિન્ચની સાથે ડાર્સી શોટ ઇનિંગ્સની શરુઆત કરશે. આ સિવાય એલેક્સ કેરી,ગ્લેન મેક્સવેલ, પીટર હેડ્સકોમ્બ ઉપર મોટો સ્કોર કરવાની જવાબદારી રહેશે. બોલિંગમાં નાથન કોલ્ટર,પેટ કમિન્સ, રિચર્ડ્સન અને એડમ ઝમ્પા પર જવાબદારી રહેશે.



    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 18 મુકાબલા થયા છે.જેમાં ભારતનો 11 મેચમાં વિજય અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતના બંને ટીમોના મુકાબલાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ઘણો શરમજનક છે. ઓસ્ટ્રેલિયા ભારતમાં ચાર ટી-20 મેચ રમ્યું છે.જેમાં ત્રણમાં પરાજય થયો છે અને એક મેચમાં જ જીત મળી છે. ભારત પોતાની ધરતી ઉપર સતત સાત મેચ જીત્યું છે.
    Published by:Ashish Goyal
    First published: