IND Vs AFG ટેસ્ટઃ ભારતની જીત, એક જ દિવસમાં બે વાર ઓલઆઉટ થયું અફઘાનિસ્તાન

  • Share this:
    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 262 રનથી હરાવ્યું છે. ટેસ્ટમાં ભારતે પહેલા બેટિંગ કરી 104.4 ઓવરમાં 474 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત કંગાળ રહી હતી. અફઘાનિસ્તાને માત્ર 109 રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી.

    ભારતે પ્રથમ બેટિંગ કરી 474 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો, જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી અપઘાનિસ્તાન ટીમે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 109 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી, ત્યારબાદ ભારતે ફોલોઓન આપ્યું અને અફઘાનિસ્તાનને ફરી બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું, જો કે બીજી ઇનિંગ્સમાં પણ અફઘાનિસ્તાન માત્ર 103 રન જ બનાવી શકી, આમ ભારતે ઐતિહાસિક ટેસ્ટ એક ઇનિંગ્સ અને 262 રનથી જીતી લીધી હતી.

    ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ મેચમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી પ્રથમ ઇનિંગ્સમાં મોહમ્મદ નબીએ 24 સૌથી વધુ રન અને બીજી ઇનિંગ્સમાં હસમતઉલ્લા શાહિદીએ 36 રન બનાવ્યાં હતા.

    અફઘાનિસ્તાન પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ ટેસ્ટમાં અનેક રોચક રેકોર્ડ બનાવ્યા, જેમાં આ મેદાન પર સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ટ અફઘાનિસ્તાને પોતાના નામે કર્યો, એટલું જ નહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક જ દિવસમાં સૌથી વધુ 24 વિકેટ પડી, આ પહેલા આ મેદાન પર એક દિવસમાં 16 વિકેટ પડી હતી. તો પોતના ડેબ્યુ ટેસ્ટમાં જ સૌથી ઓછી ઓવર રમવાનો રેકોર્ટ પણ પોતાના નામે કર્યો છે, અફઘાનિસ્તાન પોતાની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 27.5 ઓવરમાં જ સમેટાઇ ગઇ હતી, આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશનના નામે હતો, ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત એક જ દિવસમાં કોઇ ટીમ બે વાર ઓલઆઉટ થઇ છે.

    શરૂઆતમાં હસમતઉલ્લા શાહિદીએ 11 રન બનાવ્યા બાદ રવિચંદ્રન અશ્વિનના બોલ પર આઉટ થઇ ગયો, જ્યારે કેપ્ટન અસગર સ્ટનિકજઇ પણ અશ્વિનનો શિકાર બન્યો, તો અફસર જાજાઇને ઇશાંત શર્માએ બોલ્ડ કર્યો હતો.



    પ્રથમ દિવસે ભારતે મજબૂત શરૂઆત કરી હતી, ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવને 107 રન અને મુરલી વિજય 105 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસે ભારતે 6 વિકેટ ગુમાવી 347 રન બનાવ્યા હતા, બાદમાં 474 રન બનાવી ઓલઆઉટ થઇ હતી.
    Published by:Sanjay Vaghela
    First published: