IND Vs AFG Test, 1St Day: ધવન-મુરલીની સદી પછી અફઘાનિસ્તાને બતાવ્યો દમ

News18 Gujarati
Updated: June 14, 2018, 8:34 PM IST
IND Vs AFG Test, 1St Day: ધવન-મુરલીની સદી પછી અફઘાનિસ્તાને બતાવ્યો દમ

  • Share this:
બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગુરૂવારે સવારે જ્યારે ટોસનો સિક્કો ઉછાળવામાં આવ્યો તો આંકડાઓના આધારે આ દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ અને પોતાની ટેસ્ટ ઈતિહાસની શરૂઆત કરી રહેલ ટીમ વચ્ચેનો ટોસ હતો. જોકે, ક્રિકેટની મહાશક્તિ એટલે ભારત વિરૂદ્ધ એવી ટીમ પડકાર આપવા ઉતરી રહી છે જેને ક્રિકેટ રમવી જ મોટી વાત છે.

અફઘાનિસ્તાનની ટીમના દરેક ખેલાડી માટે ટેસ્ટ ક્રિકેટનો ખેલાડી બનવું કેટલી મોટી વાત છે, તેની ઝલક મુકાબલાના પહેલા બોલ પર ત્યારે જોવા મળી જ્યારે તેનો ફાસ્ટ બોલર યામીન અહેમદજઈએ પોતાના દેશ માટે ટેસ્ટ ઈતિહાસની શરૂઆત કરવા માટે દોડવાની શરૂઆત કરી. નર્વસનેસમાં અહેમદજઈના પગ થોડા લડખડાવા લાગ્યો તો તેમને ઓવર સ્ટેપિંગના કારણે નો બોલની આશંકાના કારણે બીજીવાર રન અપ પર જવાનો નિર્ણય કર્યો. સ્વભાવિક છે કે, અહેમદજઈ પોતાની દેશની ટેસ્ટ ઈતિહાસની શરૂઆત નો બોલથી કરવા ઈચ્છતા નહતા.

પ્રથમ બે સેશનમાં રહ્યો ભારતનો ઝલવો

મુકાબલાની શરૂઆતમાં ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજયે જ્યારે વિકેટની ચારે બાજુ વિસ્ફોટક શોર્ટ લગાવીને સ્કોરબોર્ડને ઝડપી ભગાડવાનું શરૂ કર્યું તો લાગ્યું કે, રાશિદ ખાન સહિત અફઘાનિસ્તાનના બધા ખેલાડીઓને હવે ટી20 અને ટેસ્ટ મેચ વચ્ચેનો ફરક સમજાયો હશે.શિખર ધવને લંચ પહેલા જ સદી ફટકારી દીધી અને આવું કારનામું કરનાર ભારતના પ્રથમ બેટ્સમેન બની ગયા. લંચ પછી અહેમદજઈની બોલ પર સ્લિપમાં જ્યારે ધવનને નબીને કેચ આપ્યો તો તે અફઘાનિસ્તાન ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ વિકેટ પણ બની હતી. ધવનની વિકેટ પડવાની અસર ભારતની બેટિંગ લાઈન પર જોવા મળી નહી.બીજી બાજુ ટીમ મેનેજમેન્ટે પણ ચેતેશ્વર પુજારાની જગ્યાએ ત્રીજી પોઝિશન પર કેએલ રાહુલને મોકલીને ચોકાવનાર નિર્ણય લીધો. આ વચ્ચે ચાથી પહેલા બે વખત વરસાદના કારણે મેચ રોકાઈ અને જ્યારે મેચ શરૂ થઈ તો મુરલી વિજયે પોતાનું શતક અને કેએલ રાહુલે પોતાનું અર્ધશતક પુરૂ કરી લીધું.

સ્કોર બોર્ડ પર જ્યારે એક વિકેટ પર 280 રન નોંધાયા તો લાગ્યું હતું કે, ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટનો સારો એવો સબક શિખાડવા આગળ વધી રહી છે પરંતુ ત્યારે અફઘાનિસ્તાનની ટીમે એવી વાપસી કરી કે જેને શક્તિશાળી બેટિંગલાઈન ધરાવતી ટીમ પણ વિચારમાં પડી ગઈ.

તસવીર આભાર- બીસીસીઆઈ


ચા પછી ચાલ્યું અફઘાનિસ્તાનનું જાદૂ

વફાદારે 105 રનના સ્કોર પર મુરલી વિજયને એલબી આઉટ કર્યો તો બીજી ઓવરમાં અહેમદજઈએ લોકેશ રાહુલને (54) રને ક્લિન બોલ્ડ કરી દીધા હતા. ત્યાર પછી રાશિદ ખાનનો વારો આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં રાશિદ ખાને પોતાની ટેસ્ટ ઈતિહાસની પ્રથમ વિકેટના રૂપમાં અજિંક્ય રહાણેનો શિકાર કર્યો હતો. ચેતેશ્વર પુજારા 35 રન પર જ મુઝીબના શિકાર બન્યો જ્યારે દિનેશ કાર્તિક માત્ર 04 રન આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો હતો.

પ્રથમ બે સેશનમાં અફઘાનિસ્તાનની ધોલાઈ કરનાર ટીમ ઈન્ડિયાએ અંતિમ સેશનમાં પાંચ વિકેટ ગુમાવી દીધા. દિવસના અંતે ભારતે 06 વિકેટ પર 347 રન બનાવી લીધા છે. હાર્દિક પંડ્યા 10 અને અશ્વિન 07 રન બનાવીને રમતમાં છે.
First published: June 14, 2018, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading