ધોનીએ છેલ્લી ઓવર્સમાં સંભાળી લીધી હતી કેપ્ટન્સી, ભારતને અપાવી જીત

News18 Gujarati
Updated: June 23, 2019, 9:23 AM IST
ધોનીએ છેલ્લી ઓવર્સમાં સંભાળી લીધી હતી કેપ્ટન્સી, ભારતને અપાવી જીત
જસપ્રીત બુમરાહ સાથે બોલિંગ અંગે ચર્ચા કરતો ધોની (AP Photo)

કોહલી બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરતો હતો અને ધોનીએ સંભાળી લીધું હતું ટીમનું સુકાન

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના મુકાબલમાં જોરદાર સંઘર્ષ જોવા મળ્યો. આ લો સ્કોરિંગ ક્રિકેટ મેચમાં જીત માટે બંને ટીમોની વચ્ચે જોરદાર મુકાબલો થયો. પહેલા બેટિંગ કરતાં ભારતે 8 વિકેટ પર 224 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં અફઘાનિસ્તાને છેલ્લી ઓવર સુધી મુકાબલો કર્યો, પરંતુ તે લક્ષ્યથી 11 રન દૂર રહી ગયું. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે રોમાંચક પળોમાં જોરદાર બોલિંગ કરતાં મેચને ભારત તરફી કરી દીધી. આ બંનેએ સાબિત કરી દીધું કે ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણ હાલમાં દુનિયાનું નંબર વન આક્રમણ છે.

બુમરાહે એક જ ઓવરમાં બે વિકેટ લઈને અફઘાનિસ્તાનની જીતને જોરદાર આંચકો આપ્યો. ત્યારબાદ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીએ કમાલ કરતાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી અને અફઘાનિસ્તાનની આશાઓ પણ પાણી ફેરવી દીધું.

આ પણ વાંચો, શમીએ હેટ્રિક લઈ ભારતને જીતાડ્યું પણ બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ, આ છે કારણ

છેલ્લી ઓવર્સમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઘણો સક્રિય જોવા મળ્યો. તેણે સતત મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ સાથે વાત કરી. તેણે કઈ જગ્યાએ અને કેવી રીબે બોલ નાખવો, તેની પર વિસ્તારથી ચર્ચા કરી. જ્યારે બુમરાહ બોલિંગ માટે આવ્યો તો તેણે ઘણી વાર સુધી વાત કરતા જોવા મળ્યો. આ દરમિયાન ફીલ્ડિંગની ગોઠવણી પણ ધોનીના માથે જ હતી. કેપ્ટન વિરાટ કોહલી તે સમયે બાઉન્ડ્રીની પાસે તહેનાત હતો. એવામાં બોલિંગ સાથે જોડાયેલા તમામ નિર્ણયની જવાબદારી ધોનીની પાસે જોવા મળી.

આ પણ વાંચો, ધોનીની ઇનિંગ્સથી પ્રશંસકો ગુસ્સામાં, કહ્યું- નિવૃત્તિ આપીને પંતને રમાડો

છેલ્લી ઓવર કરવા માટે જ્યારે મોહમ્મદ શમી આવ્યો તો તેણે પણ ધોની સાથે ઘણી વાર સુધી વાત કરી. 50મી ઓવરના પહેલા બોલ પર મોહમ્મદ નબીએ ફોર મારી. તેની પર ધોની તરત દોડીને આવ્યો અને શમીને યોર્કર લેન્થ પર બોલિંગ કરવા કહ્યું. પહેલા બોલ બાદ શમીએ ધોનીની સલાહ મુજબ જ કર્યુ. ત્યારબાદની તેના તમામ બોલ યોર્કર લેન્થ પર જ હતી. તેના કારણે જ શમીએ વર્લ્ડ કપમાં હેટ્રિક લેવાનો રેકોર્ડ બનાવ્યો.
First published: June 23, 2019
વધુ વાંચો
अगली ख़बर