વિરાટ કોહલી (67) અને કેદાર જાધવ (52)ની અડધી સદી પછી મોહમ્મદ શમીની હેટ્રિક સહિત ચાર વિકેટની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 11 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતે વર્લ્ડ કપમાં સતત ચોથા વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત 5 મેચમાં 9 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. ભારત હવે 27 જૂને વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે.
10 ઓવરમાં 39 રનમાં 2 વિકેટ ઝડપનાર બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અફઘાન તરફથી મોહમ્મદ નબીએ લડાયક અડધી સદી ફટકારી હતી.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરાતા ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો હતો