રન લેવાના બદલે ઇજાગ્રસ્ત થયેલા બોલરની મદદ કરવા પહોંચ્યો સિરાજ, દુનિયાભરમાં છવાઇ ગયો

રન લેવાના બદલે ઇજાગ્રસ્ત થયેલા બોલરની મદદ કરવા પહોંચ્યો સિરાજ, દુનિયાભરમાં છવાઇ ગયો
રન લેવાના બદલે ઇજાગ્રસ્ત થયેલા બોલરની મદદ કરવા પહોંચ્યો સિરાજ, દુનિયાભરમાં છવાઇ ગયો

સિરાજની આ ખેલ ભાવનાના સોશિયલ મીડિયામાં ઘણા વખાણ થઈ રહ્યા છે

 • Share this:
  સિડની : ઓસ્ટ્રેલિયાના બોલર કેમરૂન ગ્રીનના માથા પર બોલ વાગ્યા પછી ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની પ્રતિક્રિયાએ આખી દુનિયાના દિલ જીતી લીધા છે. ભારત-એ અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચે પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે બોલર ગ્રીનના માથા પર બોલ વાગ્યો હતો. જેના કારણે નોન સ્ટ્રાઇક પર રહેલો સિરાજ પોતાનું બેટ છોડીને રન દોડવાની ચિંતા કર્યા વગર તરત ગ્રીન તરફ દોડ્યો હતો. સિરાજની આ ખેલ ભાવનાએ બધાના દિલ જીતી લીધા છે.

  ગ્રીન પોતાનો બીજો બોલિંગ સ્પેલ ફેંકી રહ્યો હતો. બુમરાહે સ્ટ્રેટ ડ્રાઇવ શોટ રમ્યો તેને ગ્રીન યોગ્ય રીતે ઝડપી શક્યો ન હતો અને બોલ તેની હથેળીને અડીને માથા પર વાગ્યો હતો. જેના કારણે તે તરત નીચે બેસી ગયો હતો. નોન સ્ટ્રાઇક પર રહેલો મોહમ્મદ સિરાજ રન લેવાનું ભૂલીને પોતાનું બેટ ફેકીને તેને પાસે દોડી ગયો હતો.

  સિરાજની આ ખેલ ભાવનાના સોશિયલ મીડિયામાં ઘણા વખાણ થઈ રહ્યા છે. મેડિકલ ટીમે બે મિનિટ સુધી ગ્રીનની તપાસ કરી હતી અને ઓલરાઉન્ડર વધારે તપાસ માટે ચાલીને મેદાન બહાર ગયો હતો. આ પછી બેટ્સમેન પેટ્રિક રોવને ‘કન્કશન સબ્સિટ્યૂટ’ તરીકે સામેલ કર્યો હતો.

  આ પણ વાંચો - યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનમાં જ નહીં, રોમાંસની પિચ ઉપર પણ રહ્યો છે હીટ

  આ પહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન વિલ પુકોવસ્કીને પ્રેક્ટિસ મેચ દરમિયાન ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીનો બોલ હેલ્મેટ પર લાગ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર બીજી વન-ડે દરમિયાન ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
  Published by:Ashish Goyal
  First published:December 12, 2020, 23:11 pm

  ટૉપ ન્યૂઝ