Home /News /sport /IND VS NZ : ત્રિરંગો લહેરાયો! ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડને પછાડીને વર્લ્ડકપ ફાઇનલમાં
IND VS NZ : ત્રિરંગો લહેરાયો! ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડને પછાડીને વર્લ્ડકપ ફાઇનલમાં
under 19 women worldcup
UNDER 19 WOMEN CRICKET WORLD CUP માં પાર્શ્વી ચોપરાની ઘાતક બોલિંગ બાદ શ્વેતા સેહરાવતની શાનદાર બેટિંગના આધારે ન્યૂઝીલેન્ડ સામે શુક્રવારે ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
WU19 T20 WC: ભારતીય મહિલા અંડર-19 ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સેમી ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય મહિલા ક્રિકેટની અંડર 19 ટીમે ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. પાર્શ્વી ચોપરાની ઘાતક બોલિંગ બાદ શ્વેતા સેહરાવતની શાનદાર બેટિંગના આધારે ન્યૂઝીલેન્ડ સામે શુક્રવારે ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ભારતે 14.2 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સાથે થશે.
શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે અંડર-19 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી કિવી ટીમ માત્ર 107 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાર્ઝિયા પ્લિમરના 35 અને ઇસાબેલ ગેજની 26 રનની ઇનિંગે ટીમને સંભાળી હતી પરંતુ તે ટોટલ મોટા સ્કોર સુધી પહોંચી શકી નહોતી. ભારત તરફથી પાર્શ્વી ચોપરાએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લઈને કીવી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. આખરે ભારતીય ટીમે આસાનીથી વિજય મેળવ્યો હતો.
ભારત તરફથી શ્વેતાએ શાનદાર બેટિંગ કરી હતી. 45 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 61 રન ફટકાર્યા હતા. " isDesktop="true" id="1327904" > ભારતે આ વર્લ્ડકપમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. એટ્લે સુધી કે ટીમ એકતરફી મેચો જીતતી આવી છે. હવે બસ અંડર 19 વર્લ્ડકપથી માત્ર એક જ કદમ દૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર