Home /News /sport /IND vs ENG T20 Final: ભારતે દક્ષિણ આફ્રિકામાં રચ્યો ઇતિહાસ, મહિલા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો

IND vs ENG T20 Final: ભારતે દક્ષિણ આફ્રિકામાં રચ્યો ઇતિહાસ, મહિલા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો

ભારતે અંડર-19 મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી ટાઇટલ જીત્યું -icc twitter page

Women's U19 T20 World Cup Final: દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી અંડર-19 વર્લ્ડની ફાઇનલમાં શેફાલી વર્મા એન્ડ કંપનીને ટાઈટલ જીતવાની આસાન તક મળી છે. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે

Women's U19 T20 World Cup Final: દક્ષિણ આફ્રિકામાં રમાયેલા મહિલા અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં શેફાલી વર્મા એન્ડ કંપનીએ ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું છે. સસ્તામાં બે વિકેટ ગુમાવ્યા બાદ સૌમ્યા અને ત્રિશાએ ભારતને જીતના ઉંબરે પહોંચાડ્યું હતું. ભારતે 14મી ઓવરમાં ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 69 રનનો નાનો ટાર્ગેટ મળ્યો હતો. ICCએ પ્રથમ વખત મહિલા અન્ડર-19 વર્લ્ડ કપનું આયોજન કર્યું છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય મહિલા અન્ડર-19 ટીમે પ્રથમ 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 48 રન બનાવી લીધા હતા. ભારતને જીતવા માટે 60 બોલમાં 21 રનની જરૂર હતી. આ સમયે સૌમ્ય તિવારી 26 બોલનો સામનો કર્યા બાદ 20 રન બનાવીને રમી રહી હતી અને ત્રિશાએ પણ 17 બોલમાં 8 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં India vs NZ મેચને લઇ જોરદાર ક્રેઝ, 60 હજાર ટિકિટો વેચાઈ ગઇ

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી અંડર-19 વર્લ્ડની ફાઇનલમાં શેફાલી વર્મા એન્ડ કંપનીને ટાઈટલ જીતવાની આસાન તક મળી હતી. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ભારતને જીતવા માટે 69 રનનો નાનો ટાર્ગેટ મળ્યો હતો.

શેફાલીએ ધોનીની બરાબરી કરી

વર્ષ 2007માં ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપનું પ્રથમ એડિશન જીત્યું હતું. ટીમની કપ્તાની મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હતી અને યુવા ટીમ સાથે તેણે દક્ષિણ આફ્રિકામાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. શેફાલી વર્માએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીતીને પૂર્વ કેપ્ટનની બરાબરી કરી હતી. ભારતે અહીં ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી.

ભારતીય મહિલા અન્ડર-19 ટીમને દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચી દીધો છે. અંડર-19 વર્લ્ડની ફાઇનલ મેચમાં પાર્શ્વી ચોપરા, અર્ચના દાસ અને ટિટસ સાધુએ બે-બે વિકેટ લીધી હતી. ત્યાં જ મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની જ ટીમે સેમિફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. મહિલા ટીમ ફાઇનલમાં તેનો બદલો લેવા માંગશે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ કાપી લીધી છે. બંને ટીમો ટ્રોફી માટે સખત સંઘર્ષ કરવા માટે તૈયાર છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
First published:

Tags: Cricket News in Gujarati, Cricket t20 world cup, Indian Women Cricket Team

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો