Home /News /sport /આવો છે ભારતના વિન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ, પ્રશંસકોએ કરવા પડશે ઉજાગરા

આવો છે ભારતના વિન્ડીઝ પ્રવાસનો કાર્યક્રમ, પ્રશંસકોએ કરવા પડશે ઉજાગરા

વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે

વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે

ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં મળેલા પરાજયના દુખને ભુલાવી નવા પ્રવાસ માટે તૈયાર થઈ રહી છે. વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરુ થઈ રહ્યો છે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.

ક્રિકેટ પ્રશંસકોએ કરવા પડશે ઉજાગરા
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. ત્રણ ટી-20 મેચમાં તો પ્રશંસકોને વાંધો આવશે નહીં પણ વન-ડે શ્રેણીથી ઉજાગરા કરવા પડશે. વન-ડે મેચ સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે. જેથી મેચ પુરી થતા-થતા સવારના ત્રણ વાગી જશે. ટેસ્ટમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ટેસ્ટ મેચ પણ સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે.



આ પણ વાંચો - વિરાટ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે, પણ આ ત્રણ નામો ઉપર સસ્પેન્સ

ભારત- વેસ્ટ ઇન્ડીઝનો કાર્યક્રમ
3 ઓગસ્ટ-  પ્રથમ ટી-20-  રાત્રે 8.00 કલાકે
4 ઓગસ્ટ - બીજી ટી-20-  રાત્રે 8.00 કલાકે
6 ઓગસ્ટ - ત્રીજી ટી-20 - રાત્રે 8.00 કલાકે
8 ઓગસ્ટ- પ્રથમ વન-ડે - સાંજે 7.00 કલાકે
11 ઓગસ્ટ - બીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
14 ઓગસ્ટ - ત્રીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
22 થી 26 ઓગસ્ટ-  પ્રથમ ટેસ્ટ - સાંજે 7.00 કલાકે
30 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર - બીજી ટેસ્ટ - સાંજે 7.00 કલાકે
First published:

Tags: India vs West indies, West indies, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો