ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2019 પછી ભારતનો આ પ્રથમ પ્રવાસ છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં પોતાની મજબૂત ટીમ મોકલી છે. ભારત 3 ઓગસ્ટે પ્રથમ ટી-20 મેચ રમી પ્રવાસની શરુઆત કરશે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
ક્રિકેટ પ્રશંસકોએ કરવા પડશે ઉજાગરા
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. ત્રણ ટી-20 મેચમાં તો પ્રશંસકોને વાંધો આવશે નહીં પણ વન-ડે શ્રેણીથી ઉજાગરા કરવા પડશે. વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે. જેથી મેચ પુરી થતા-થતા સવારના બે કે ત્રણ વાગી જશે. ટેસ્ટમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ટેસ્ટ મેચ પણ સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે. જેથી આખી મેચ જોવા માંગતા પ્રશંસકોએ રાત્રે ઉજાગરા કરવા પડશે.
આવો છે ભારત- વેસ્ટ ઇન્ડીઝનો કાર્યક્રમ, પ્રશંસકોને થશે ઉજાગરા