Home /News /sport /

India vs West Indies: ટી-20 શ્રેણીમાં રોહિત શર્માએ શોધવા પડશે આ 4 સવાલના જવાબ

India vs West Indies: ટી-20 શ્રેણીમાં રોહિત શર્માએ શોધવા પડશે આ 4 સવાલના જવાબ

વેસ્ટ ઈન્ડીઝમાં ભારતના T20 રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો અહીં ભારતનું પર્ફોમન્સ સારું રહ્યું છે (Pics - BCCI)

India vs West Indies T20I Match : રોહિત શર્મા (rohit sharma)કેપ્ટન તરીકે વાપસી કરશે, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા પણ ટીમમાં વાપસી કરશે

India vs West Indies: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી પાંચ મેચની T20 શ્રેણીની (India vs West Indies 1st T20I)શરૂઆત થશે. વેસ્ટ ઈન્ડીઝમાં ભારતના T20 રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો અહીં ભારતનું પર્ફોમન્સ સારું રહ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies)સામે 3 વન ડે સીરિઝ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા પાંચ T20 શ્રેણીમાં કેરેબિયન ટીમ સામે મુકાબલો કરશે. રોહિત શર્મા (rohit sharma)કેપ્ટન તરીકે વાપસી કરશે. ઋષભ પંત (rishabh pant)અને હાર્દિક પંડ્યા ટીમમાં વાપસી કરશે. યુવા બોલર પાસે T20 વર્લ્ડ કપ પહેલા ખુદને સાબિત કરવાની તક હશે. આ સીરિઝમાં ઉતરતા પહેલા કેપ્ટન રોહિત શર્માએ 4 મોટા સવાલોના જવાબ શોધવા પડશે. આ સવાલ કયા છે આવો તે સમજીએ.

સવાલ નંબર 1- શું ઋષભ પંત ઇનિંગ્સની શરૂઆત કરવાનું યથાવત્ રાખશે?

ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે 3 T20 શ્રેણીમાં રોહિત સામે સીરિઝની શરૂઆત કરી હતી. તેમણે છેલ્લી 2 મેચમાં ઓપનિંગ કરતા સમયે 1 અને 26 રન કર્યા હતા. ભારતીય ટીમનો વેસ્ટ ઇન્ડીઝ સામે T20 સીરિઝને લઈને મેનેજમેન્ટનો પ્લાન ક્લિઅર હતો. કે. એલ. રાહુલે રોહિત શર્મા સાથે સીરિઝની શરૂઆત કરવાનો હતો પરંતુ કે. એલ. રાહુલને સ્પોર્ટ્સ હર્નિયા રિહેબિલિટેશન દરમિયાન કોરોના થઈ ગયો હતો. તે તેમાંથી બહાર આવી શક્યા નથી. અને T20 સીરિઝમાં તેઓ રમશે તેવી સંભાવના જોવા મળતી નથી. કે. એલ. રાહુલની ગેરહાજરીમાં ઋષભ પંત ફરી એક વાર રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ઋષભ પંત આ પહેલા અંડર-19 ટીમમાં કોચ રાહુલ દ્રવિડ સાથે આ ભૂમિકા નિભાવી ચૂક્યો છે. બેકઅપ વિકેટકીપર તરીકે ઈશાન કિશન પણ એક વિકલ્પ છે.

સવાલ નંબર 2- ઐય્યર અને હુડામાંથી મિડલ ઓર્ડરમાં કોણ રમશે?

દીપક હુડા બેટીંગની સાથે સાથે પાર્ટ ટાઈમ ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. દીપક હુડા સરળતાથી ફાસ્ટ અને સ્પિન બોલિંગ કરી શકે છે. હુડા ટોપ ઓર્ડરમાં પણ બેટીંગ કરી શકે છે. વેસ્ટઈન્ડિઝની ટીમમાં ડાબા હાથના બેટ્સમેન ભરપૂર છે. તેમની ઓફ સ્પિન બોલિંગ ભારતીય ટીમ માટે કામ આવી શકે છે.

આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજાએ પ્રશંસકને ગુજરાતીમાં કહ્યું- શું ટિકિટ બિકિટ છે ને, ન હોય તો આપું, જુઓ Video

સવાલ નંબર 3- ભારતનુ સ્પિન આક્રમણ કેવું હોઈ શકે છે?

યુજવેન્દ્ર ચહલની ગેરહાજરીમાં રવિ બિશ્નોઈ અથવા ફિટ કુલદીપ યાદવને મોકો મળી શકે છે. આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતમાં રમાયેલ T20 સીરિઝમાં બિશ્નોઈએ 6.33ની ઈકોનોમી રેટથી મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. કુલદીપે IPL 2022માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર બોલિંગ કરી હતી અને પોતાના જૂના જોડીદાર ચહલ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલરના લિસ્ટમાં શામેલ હતા.

કુલદીપને દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝ પહેલા હાથમં ઈજા થઈ હતી. હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને 6 મહિના બાદ પોતાની પહેલી T20 રમી શકે છે. આર. અશ્વિન પણ સ્પિન બોલિંગમાં એક વિકલ્પ છે. વોશિંગ્ટન સુંદરને કાઉંટી ક્રિકેટમાં પોતાના ફોર્મ અને ફિટનેસ સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. અશ્વિનને આ સીરિઝ દરમિયાન મોકો મળી શકે છે. તેમને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વેસ્ટઈન્ડિઝ સામે T20 સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યા છે.

સવાલ નંબર 4- હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમાર બાદ કોણ?

આવેશ ખાન કે અર્શદીપ સિંહ? આવેશે આ સપ્તાહની શરૂઆતમાં નોટિંઘમ અને ત્યારબાદ પોર્ટ ઓફ સ્પેનમાં પોતાની વન ડે ડેબ્યૂ મેચમાં રન કર્યા હતા. હાલના ફોર્મની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ઈન્ડિયા અર્શદીપ સિંહ સાથે જઈ શકે છે. તેમણે આ મહિને ઈંગ્લેન્ડ સામે સાઉથેમ્પટનમાં પોતાની T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ડાબા હાથના પેસરે સારી બોલિંગ કરી હતી.

અર્શદીપે પોતાવી પહેલી ઓવર મેડન ફેંકી હતી અને મેચમાં 18 રન સાથે 2 વિકેટ લીધી હતી. તેમણે ઈંગ્લેન્ડ ટુર દરમિયાન રમવામાં આવેલ ટુર મેચમાં નવી બોલ બોલ સ્વિંગ કરાવવા સાથે જૂના બોલ સાથે યોર્કર પણ ફેંક્યો હતો. બુમરાહને વેસ્ટઈન્ડિઝ સામે T20 સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં અર્શદીપ પાસે ખુદને સાબિત કરવાનો મોકો રહેશે.
First published:

Tags: India vs West indies, Sports news, Team india

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन