Ind vs Aus : ત્રીજી વન-ડેમાં ભારતનો 13 રને વિજય, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી

Ind vs Aus : ત્રીજી વન-ડેમાં ભારતનો 13 રને વિજય, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી
હાર્દિક પંડ્યા (92 અણનમ), રવિન્દ્ર જાડેજા (66 અણનમ) અને કેપ્ટન વિરાટ કોહલી (63)ની અડધી સદી

હાર્દિક પંડ્યા (92 અણનમ), રવિન્દ્ર જાડેજા (66 અણનમ) અને કેપ્ટન વિરાટ કોહલી (63)ની અડધી સદી

  • Share this:
    કેનબેરાઃ  હાર્દિક પંડ્યા (92 અણનમ), રવિન્દ્ર જાડેજા (66 અણનમ) અને કેપ્ટન વિરાટ કોહલી (63)ની અડધી સદીની મદદથી ભારતે ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે 13 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 302 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્રીજી વન-ડેમાં પરાજય થયો હોવા છતા ઓસ્ટ્રેલિયાએ 2-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. 92 રન બનાવનાર હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 4 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણી રમાશે.

    Ind vs Aus 3rd ODI Updates:



    -ગ્લેન મેક્સવેલ 38 બોલમાં 59 રન બનાવી આઉટ

    - ભારતને મળી પાંચમી સફળતા, કુલદીપ યાદવે ગ્રીનને કર્યો આઉટ. ગ્રીન માત્ર 21 રન કરી શક્યો.
    - 26મી ઓવરમાં જાડેજાની બોલિંગમાં 75 રનના અંગત સ્કોરે રમી રહેલો ફિન્ચ આઉટ થઈ ગયો. ફિન્ચનો કેચ શિખર ધવને પકડ્યો.
    - હેનરિક્સ શાર્દલ ઠાકુરનો શિકાર બન્યો. શિખર ધવને તેનો કેચ પકડ્યો. આમ ભારતને ત્રીજી સફળતા મળી.
    - 11મી ઓવરના બીજા બોલ પર શાર્દુલ ઠાકુર સ્ટીવ સ્મિથને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવી દીધો. સ્મિથ માત્ર 7 રન બનાવીને આઉટ થતાં ભારતને મોટી સફળતા મળી.
    - છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર નટરાજને ભારતને પહેલી સફળતા અપાવી. તેણે લાબુશેનને બોલ્ડ કરી દીધો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નટરાજનની આ મેડન વિકેટ છે.
    - હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં જોરદાર બેટિંગ કરતાં ભારતે ઓસ્ટ્રેલિયાને પડકારરૂપ 303 રનનો ટાર્ગેટ આપ્યો.

    - વિરાટ કોહલી અંગત 63 રને હતો ત્યારે હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે પાંચમી વિકેટ ગુમાવી.
    - કેએલ રાહુલ સેટ થાય તે પહેલા જ એગરની ઓવરમાં આઉટ થઈ ગયો. તે માત્ર 5 રન જ કરી શક્યો.
    - ભારતનો સ્કોર 114 રને પહોંચ્યું ત્યારે શ્રેયસ અય્યર માત્ર 19 રને જમ્પાની ઓવરમાં આઉટ થયો.
    - શુભમન ગિલ 33 રન કરીને એગરની ઓવરમાં LBW આઉટ થયો છે. ભારતે બીજી વિકેટ ગુમાવી.
    - છઠ્ઠી ઓવરમાં એબોટના પાંચમાં બોલ પર શિખર ધવને પોતાની વિકેટ ગુમાવી. એગરે તેનો કેચ પક્ડયો.
    - વિરાટ કોહલીએ ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરશે

    આ પણ વાંચો, વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12 હજાર કરનારો બેટ્સમેન બન્યો કોહલી, તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ

    https://gujarati.news18.com/photogallery/sport/virat-kohli-becomes-the-fastest-batsman-to-reach-12000-odi-runs-in-242-innings-broke-tendulkar-record-mb-1051165.html

    આ પણ વાંચો, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર

    આ પણ વાંચો, સની દેઓલ થયા કોરોના પોઝિટિવ, મનાલીથી મુંબઈ આવતા પહેલા થઈ પુષ્ટિ

    બંને ટીમો આ પ્રકારે છેઃ

    ભારતની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન.

    ઓસ્ટ્રેલિયાની ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેકસ કૈરી, મિશેલ સ્ટાર્ક, એડમ જમ્પા, જોશ હેજલવુડ, સીન એબટ, એશ્ટન એગર, કેમરૂન ગ્રીન, મોઇજેસ હેનરિક્સ, એન્ડ્યૂ ટાય, ડેનિયલ સૈમ્સ અને મેથ્યૂ વેડ.
    Published by:Mrunal Bhojak
    First published:December 02, 2020, 08:35 am

    ટૉપ ન્યૂઝ